Western Times News

Gujarati News

ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને મળ્યા 12 કરોડ: ન્યૂઝીલેન્ડ પણ માલામાલ

અબુ ધાબી,  T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા અને રનર-અપ ન્યૂઝીલેન્ડને લગભગ 6 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

સેમિફાઈનલમાં પહોંચનાર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમને લગભગ 3 કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-12માં બહાર થનારી દરેક ટીમને 52 લાખ રૂપિયા મળ્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન પાકિસ્તાનના ખેલાડી બાબર આઝમે બનાવ્યા. તેણે 6 મેચમાં 303 રન બનાવ્યા હતા. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર રહ્યો, તેણે સાત મેચમાં 289 રન બનાવ્યા હતા.

ત્રીજા નંબરે પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન રહ્યો. તેણે છ મેચમાં 281 રન બનાવ્યા હતા. ચોથા નંબરે ઈંગ્લેન્ડનો ઓપનર બટલર રહ્યો, તેણે છ મેચમાં 269 રન બનાવ્યા હતા.

ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ શ્રીલંકાના વાનિંદુ હસંરગાએ લીધી. તેણે 16 વિકેટ લીધી હતી. બીજા નંબરે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો એડમ ઝામ્પા રહ્યો. તેણે 7 મેચમાં 13 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડના બોલ્ટે પણ 13 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશના શાકિબ અલ હસને અને જોશ હેઝલહુડે 11-11 વિકેટ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.