Western Times News

Gujarati News

રવી શાસ્ત્રીની લિજેન્ડ્‌સ લિગ ક્રિકેટ કમિશનર તરીકે નિમણૂક

નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આગામી વર્ષથી શરૂ થનારી લીજેન્ડ્‌સ લીગ ક્રિકેટ (એલએલસી)ના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એલએલસીનું પહેલું સત્ર આગામી વર્ષે જાન્યુઆરી ૨૦૨૨માં ખાડીના કોઈ દેશમાં આયોજિત થવાનું છે. આ લીગમાં ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુકેલા ખેલાડીઓ ભાગ લેવાના છે.

આ લીગના આયોજકો તરફથી જાહેર વિજ્ઞપ્તિમાં શાસ્ત્રીએ કહ્યું કે, ‘ક્રિકેટ સાથે જાેડાયેલા રહેવું ખૂબ સારૂં લાગે છે, ખાસ કરીને રમતના એ દિગ્ગજાે સાથે જે પોતાના સમયના ચેમ્પિયન રહ્યા છે. આ ગંભીર ક્રિકેટની સાથે ખૂબ મજેદાર પણ બનવાનું છે. આ દિગ્ગજાેને કશું પણ ફરી સાબિત નથી કરવાનું પરંતુ તેમની પ્રતિષ્ઠા દાંવ પર લાગી હશે.’

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘હું તમને આશ્વસ્ત કરી શકું છું, એ જાેવાનું ખૂબ દિલચસ્પ રહેશે કે તેઓ આના સાથે કેવો ન્યાય કરે છે. લીજેન્ડ્‌સ લીગ ક્રિકેટનો હિસ્સો બનીને હું ખૂબ રોમાંચિત છું. આ એક અનોખી પહેલ છે અને અમને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્વળ દેખાઈ રહ્યું છે.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.