Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયન ટીમે શૂઝમાં બિયર નાખીને ઉજવણી કરી

દુબઈ,  ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વનડે વર્લ્‌ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયાનો આ પહેલો આ ટી-૨૦ વર્લ્‌ડ કપ છે.

રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં આરોન ફિંચની કેપ્ટનશીપવાળી ટીમે ન્યૂઝિલેન્ડને ૮ વિકેટે હરાવ્યું હતું. જેની ઉજવણી ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર રીતે કરી હતી. ટીમની આ ઉજવણી હવાઈ મુસાફરી દરમિયાન પણ ચાલુ રહી હતી.

ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૧૭૩ રનની જરૂર હતી. મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની હાફ સેન્ચ્યુરીએ ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ એકબીજા પર શેમ્પેન અને બીયર એકબીજા પર ઉછાળી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આ જીતની સાથે ટી-૨૦ વર્લ્‌ડ કપ પહેલાં સતત પાંચ સીરીઝમાં હારના ગમને ભૂલી ગઈ હતી.

ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સ્ટિવ સ્મિથે એડમ જંપાની પ્રશંસા કરતા એક સેલ્ફી પણ પોસ્ટ કરી છે. એની સાથે એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી મેથ્યૂ વેડ અને માર્કસ સ્ટોયનિસ શૂઝમાં બીયર નાખીને પી રહ્યા છે. બંને ખેલાડીઓએ ખૂબ જ ઉજવણી કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પહેલી બેટિંગ આપી હતી. કેપ્ટન કેન વિલિયમસને ૪૮ બોલમાં ૮૫ રન ફટકાર્યા હતા. એેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત રહી નહોતી અને કેપ્ટન આરોન ફિંચ માત્ર ૫ રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. એ પછી મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની જાેડીએ આક્રમક બેટિંગ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

વોર્નર ૫૨ રન બનાવીને બોલ્ડ થઈ ગયો હતો, પરંતુ માર્શે ૫૦ બોલમાં અણનમ રહીને ૭૭ રન ફટકાર્યા હતા. તો ગ્લેન મેકવેલ ૧૮ બોલમાં ૨૮ રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.

શૂઝમાં બીયર નાખીને પીવાને ઐતિહાસિક રીતે સારૂ નસીબ લાવવું કે મુશ્કેલી કે પછી પાર્ટીની રીતે માનવામાં આવે છે. મહિલાઓના ચપ્પલથી શેમ્પેન પીવાને ૨૦મી સદીની શરૂઆતમાં પતનનું કારણ માનવામાં આવતું હતું. આ પરંપરા હજુ પણ ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય છે. અહીં તેને શૂઈ કહેવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.