Western Times News

Gujarati News

લગ્નમાં વરઘોડા યોજવા પોલીસનો ‘ખૌફ’, સરકારને યાત્રાની છૂટ

પ્રતિકાત્મક

(એજન્સી) ગાંધીનગર, ૯૦ ટકા વેક્સિનેશન કવરેજનમાં ધીમી ધારે પ્રસરતા કોરોનાના ચેપની વચ્ચે ગુજરાત સરકાર ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને ગુરૂવારથી સળંગ ૩ દિવસ ૧૦,૬૦પ ગામોમાં યાત્રા યોજી રહી છે. જાે કે વિવાહ પ્રસંગે વરઘોડા માટે સરકારે પૂર્વ મંજુરીનો નિયમ ફરજીયાત રાખતા રાયમાં અનેક શહેરોમાં પોલીસના ખૌફ સામે લગ્નોત્સવમાં કચવાટ સર્જાયો છે.

આ વૃષે ગુજરાતી નવવર્ષમાં લગ્નોના મુહુર્રત પહેલાંથી જ ઓછા છે. એવામાં નાગરીકોના જીવનમાં એક વખત આવતા વિવાહના પ્રંસગે ગોત્રિજાે ઉપાડવા, ઉતારાથી લગ્નસ્થળે જવા પરંપરાગતપણે યોજાતા વરઘોડા, રાસ-ગરબાના આયોજન માટે સરકારે હજી પણ પોલીસની પરવાનગી યથાવત રાખી છે.

કોરોના ગાઈડલાઈનના નામે મંજુરી માટે મહેમાનોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવતા જ્યાં પ્રંસંગો યોજાઈ રહ્યા છે ત્યાં ઉત્સાહ ઓસરી રહ્યો છે. ઘણે ઠેકાણે પોલીસ તંત્રમાં નીચલા સ્તરે કોરોનાના નિયમોના નામે લેવાતી મંજુરીઓ માટે લાંચ જેવી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.