Western Times News

Gujarati News

નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબામાં વિલન કોણ બની શકે છે?

File photo

વરસાદ, મંદી, મોંઘવારી કે પોલીસ કમિશ્નરની જાહેરાત?

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રવિવારથી શરૂ થતી નવરાત્રી, જગતજનની આરાસૂરી મા અંબાજીની આરાધના, પૂજા-અર્ચના તથા ઉપવાસના દિવસ, મા અંબાજીને રીઝવવા, પ્રાર્થના રૂપે વર્ષોથી નવરાત્રીમાં નવ દિવસ ખેલતા ગરબાઓ આજે વિશ્વમાં ગુજરાતનું ગૌરવ તથા ગુજરાતની એક આગવી ઓળખ બની ગયુ છે. ગુજરાતના કવિ અવિનાશ વ્યાસે તેના એક કાવ્યમાં ‘મદિરના દ્વાર ઉઘાડો મારી મા …’
નવરાત્રી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ખેલૈયાઓના ઉત્સાહમાં ભરતી આવતી જાય છે. આસોની અજવાળસી રાતના નવ દિવસનું ગરબા-રાસ ખેલતા ખેલૈયાઓમાં શક્તિનો નવો ઉજાસ જાવા મળે છે. માતાના સ્વરૂપમાં નારી શક્તિખીલી ઉઠે છે. ખેલૈયાઓએ જાતજાતની વેષભૂષાઓમાં જ્યારે ગરબે ઘુમતા હોય છે ત્યારે દેવોને દુર્લંર્ભ એવા દ્રષ્યો જાવા મળે પણ….

મોંઘવારીને કારણે સ્પોન્સર્સ પણ મળતા નથી તથા આર્થિક મદદ પણ મળતી નથીઃ ગરબા આયોજકોની મોટી મુંઝવણ

હવામાન ખાતાની આગાહી સાચી પડે અને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે તે જાતા વરસાદ જરૂર વિલન બની શકે છે. અને ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી રેડાય. પરંતુ શું માત્ર વરસાદ જ વિલન બની શકે તેમ છે?? મોંઘવારી તથા મંદીનો માહોલ પણ આયોજકો માટે ચિંતાનો વિષય બન્યો છે. આયોજકોને નથી મળતા ધાર્યા એવા સ્પોન્સરો કે તેથી મળતા ફંડ ખર્ચા કેમ કરવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે. પરંતુ આયોજકોએ આશા છોડી નથી. અને નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે એમ જણાવી રહ્યા છે.

એને.એેચ. મેડીકલ કોલેજે આ વર્ષે પ્રથમ વખત જ આયોજન કર્યુ છે. પરંતુ આયોજકોના જણાવ્યા અનુસાર ખર્ચ માટે હજુ ૩ લાખ ખૂટે છે. ખુલ્લા પ્લોટો પર ગરબાનું આયોજન કરવામાં આવતા કલાકારોને મોં માંગ્યા ભાવ આપવાને કારણે ખર્ચામાં પણ વધારો થયો છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઈનના પ્રતિ વર્ષ ગરબા વખણાય છે તેના કલ્ચર કમિટિના સભ્ય માયા અગ્રવાલ જણાવે છે કે મંદી તથા મોંઘવારીને કારણે જેટલા પ્રમાણમાં ફૂડ સ્ટોલ ભરાવા જાઈએ તેટલા પ્રમાણમાં હજુ ભરાયા નથી.

દર વર્ષે તો નવરાત્રી પહેલાં મહિનાઓ પહેલાં સ્ટોલોથી જગ્યા માટે અરજીઓ આવતી હોય છે. પરંતુ આ મુશ્કેલીનો સામનો કરીને ખેલેયાઓનો ઉત્સાહ જાતા ગરબા જરૂર રમાશે જ. વરસાદ, મોંઘવારી, મંદી ઉપરાંત પોલીસ કમિશ્નરે ગરબાના આયોજકો માટે જાહેર કરેલ નિયમો આયોજકો માટે વિલનરૂપ બન્યા છે. ટીકીટનો દર જે રાખવામાં આવે છે તે ટીકીટો પર જીએસટી નંબર આપવો પડશે. ગરબાની જગ્યાએ અગ્નિશામક સાધનો રાખવા પડશે.

અને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગનું પ્રમાણ પત્ર હોવું જરૂરી છે ઉપરાંત જનરેટરની વ્યવસ્થા પા‹કગ, માટેની વ્યવસ્થા, સિક્યોરીટીની વ્યવસ્થા તથા ગરબા જ્યાં રમાડવાના હોય ત્યાં સીસીટીવી મુકવા તથા કેટલી સંખ્યામાં મુકવામાં આવ્યા છે તેની વિગતો પણ પુરી પાડવી પડશે. સૌથી વધારે પ્રશ્ન ગરબા આયોજકોને સતાવતો હોય તો એ પા‹કગનો પ્રશ્ન છે. શહેરની બે મોટી કલબો રાજપથ કલબ અને કર્ણાવતી કલમ નવરાત્રી મહોત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે.

પરંતુ કલબના આયોજકનું કહેવું છે કે નવરાત્રીના નવ દિવસ વરસાદના પડે તો નવરાત્રીનો માહોલ જામી શકે છે. કર્ણાવતી કલબના કલ્ચર કમિટિના સભ્યના જણાવ્યા અનુસાર પા‹કગની અગવડ ગરબા જાવા આવનારને ન પડે એ માટે આ વર્ષે ર ખાનગી પ્લોટો ભાડે રાખ્યા છે. જેથી ૧૦૦૦ કાર પાર્ક થઈ શકશે. તેમ છતાં પણ આ વખતે દર વર્ષની જેમ દસ હજાર મુલાકાતીઓને બદલે સંખ્યા ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યુ છે. જેથી મર્યાદિત સંખ્યામાં મુલાકાતીઓ ગરબાની મોજ માણી શકે.
-ભરત દેસાઈ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.