Western Times News

Gujarati News

બોપલનાં ડ્રગ્સ ડીલરોએ વિવિધ સરનામાં ઉપર ૩૦૦ વખત ડ્રગ્સ મંગાવ્યું હતું

Files Photo

(પ્રતિનિધિ)અમદાવાદ, ડાર્ક વેબ મારફતે અમેરીકાથી ઓનલાઈન નશીલાં પદાર્થાે મંગાવી રાજ્યમાં વેચતાં બે શખ્સોની બોપલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી માહિતીઓ બહાર આવી છે. મુખ્ય આરોપી બંધ ઘરો ઉપરાંત રૂપિયાની લાલચ આપી ૫૦થી વધુ એડ્રેસ ઉપર ડ્રગ્સ મંગાવતો હોવાનું ખુલ્યું છે. આ શખ્સે વિદેશમાં રહેતાં પોતાનાં મિત્રોને પણ ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. એસઓજી હાલમાં આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે.

આ ગુનાની તપાસ પીએસઆઈ જી.એમ.પાવરાને સોંપવામાં આવી છે. અને આરોપી વંદીત પટેલ તથા પાર્થ શર્મા ઉપરાંત પેડલર વિપુલ ગોસ્વામી અને જીલ પરાતે ૨૬ નવેમ્બર સુધીનાં પોલીસ રીમાન્ડ પર છે. આ ગુનાની તપાસમાં સાયબર સેલ, એલસીબી, અમદાવાદ રૂરલ તથા ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી છે અને આરોપીનાં લેપટોપ, મોબાઈલનાં ડેટામાંથી ઘણી વિગતો મળી આવી છે. હાલ સુધીની તપાસમાં વંદીતે અમેરીકાનાં અલગ અલગ ઓનલાઈન માર્કેટનું સર્ચ કરી ડ્રગ ડિલરોનો સંપર્ક કર્યાે હતો.

શાતિર દિમાગનાં વંદીતે ડ્રગ્સનો ધંધો કરતાં યુએસએ તથા નેધરલેન્ડ ઉપરાંત મુંબઈ, હિમાચલ પ્રદેશમાંથી ડ્રગ્સની ડિલીવરી મેળવી હતી. જેની માટે અમદાવાદ કલોલ, જયપુર તથા ઉદેપુરનાં ૫૦થી વધુ એડ્રેસનો ઉપયોગ કર્યાે હતો. જેમાંથી કેટલાંકને નાણાંની લાલચ પણ આપવામાં આવી હતી. જ્યારે અન્ય ડિલીવરી ઘણાં સમયથી બંધ મકાન હોય તેવાં એડ્રેસ પર પણ મંગાવવામાં આવી હતી. આ રીતે તેણે ૩૦૦ વખત ડ્રગ્સ મેળવ્યું હતું.

વંદીતે ગુજરાત ઉપરાંત ન્યુઝીલેન્ડ તથા શાંઘાઈ (ચીન)માં રહેતા મિત્રો કેલિફોર્નિયાથી ડ્રગ્સની ડીલીવરી કરાવી હતી.
ડ્રગ્સ મેળવવા માટે તે ઈથરીયમ, લાઈટ કોઈન, બીટ કોઈન સહિત ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરતો અને હાલ સુધીમાં ૪ કરોડ રૂપિયાની કિંમતનો નાણાંકીય વ્યવહાર કર્યાનું સામે આવ્યું છે.

બે વર્ષમાં ૧૦ કિલો ડ્રગ્સ
વંદીતે ભારતનાં મુંબઈ-હિમાચલ પ્રદેશ સહિત અમેરિકા અને નેધરલેન્ડથી મળીને અંદાજે ૧૦૦ કિલો જેટલો પ્રતિબંધીત નશાકારક પદાર્થનો જથ્થો મેળવ્યો છે. જેની માટે ૧૦ કરોડનું ચુકવણું પણ કર્યું હતું.

કેટલાંક ઓર્ડર કસ્ટમમાં સીઝ
વિદેશમાંથી ૨૭ જેટલાં પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી ૩ની ડીલીવરી મેળવી હતી. જ્યારે બાકીના પાર્સલ શંકાસ્પદ જણાતાં વિભાગે સી કરી દીધા હતા. એસઓજીએ કસ્ટમ વિભાગનો સંપર્ક પણ સાધ્યો છે.

ડ્રગ્સનો અભ્યાસ કરીને વેચાણ
વધુ ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે સિંગાપુરમાં ભણેલા વંદીતે દરેક ડ્રગ્સનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યાે હતો અને તેનાથી કેવી માનસિક અસરો થાય છે. તેની પણ તેણે જાણ છે. વંદીત પોતે વર્ષ ૨૦૧૨થી ડ્રગ્સનો બંધાણી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.