Western Times News

Gujarati News

અમદાવાદમાં ગૃહમંત્રીના હસ્તે ૪પ૪.૦૧ કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમર્હુત – લોકાર્પણ થશે

૩૦ નવે. સુધી હેબતપુર અને અજીતમીલ ફલાયઓવર, નરોડા-નીકોલ ફાયર સ્ટેશનના લોકાર્પણ કરવામાં આવશે : ૧૦૯.૧ર કરોડના ખર્ચથી તૈયાર થનાર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ખાતમર્હુત કરવામાં આવે તેવી શક્યતા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, આગામી વરસે યોજાનાર રાજય વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ છેલ્લા એક સપ્તાહથી દિવાળી સ્નેહ મિલન સંમેલનના આયોજન થઈ રહયા છે જે પુર્ણ થયા બાદ વાઈબ્રન્ટ સમીટની તૈયારીઓ શરૂ થશે.

જયારે વચગાળાના સમયમાં આઠ મહાનગરપાલિકાઓમાં વિકાસના કામોના ખાતમુર્હત અને લોકાર્પણના કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવેલા વિકાસ કાર્યો અને મંજુર થયેલ કામોના ખાતમર્હુતનો કાર્યક્રમ નવેમ્બર મહીનાના અંતમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અંદાજે રૂા.૪પ૦ કરોડના કામોના લોકાૃપણ- ખાતમુર્હત થશે.

રાજય સરકાર તરફથી મળેલી સુચના બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જનહિતના કામોની યાદી તૈયાર કરવામાં આી છે. સુત્રોએ જણાવ્યા મુજબ રપ થી ૩૦ નવેમ્બર દરમ્યાન રૂા.૩પ૭.૭પ કરોડના કામોનું લોકાર્પણ થશે જેમાં બીલ્ડીંગ પ્રોજેકટના રૂા.૩૭ કરોડ, બ્રીજ પ્રોજેકટના રૂા.૧૦૯.પ૦ કરોડ, ઝોન કક્ષાએ રૂા.૧૦.૩૦ કરોડના કામોનો સમાવેશ થાય છે.

જયારે વોટર પ્રોજેકટ વિભાગના રૂા.ર૦૦.૯પ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના કોતરપુરથી વસ્ત્રાલ પાંજરાપોળ ક્રોસ રોડથી એસ.પી. રીંગ રોડ સુધી પાણી સપ્લાય કરવા માટે રૂા.૧પ૬.૭પ કરોડના ખર્ચથી ઈસ્ટર્ન ટંક મેઈન્સ નાખવામાં આવી છે જેનું લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવશે.

શહેરના પૂર્વ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અજીતમીલ ચાર રસ્તા પાસે રૂા.૩૯.પ૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ફલાય ઓવરનું પણ લોકાર્પણ થશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાટક-મુક્ત રેલવે લાઈનની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત વસ્ત્રાપુર સ્ટેશન પાસે રૂા.ત્રણ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ અંડરપાસ તેમજ સીમ્સ હોસ્પીટલ પાસે રૂા.૬૬ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ફોર-લેન બ્રીજનો પણ લોકાર્પણની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજય સરકારની રી ડેવલપમેન્ટ પોલીસી- ર૦૧૬ અંતર્ગત બહેરામપુરા વોર્ડમાં એસ.ટી.પી. સ્ટાફના ૯૬ આવાસનું રૂા.૯.૬૦ કરોડના ખર્ચથી નવનિર્માણ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત પણ ચાલુ મહીનાના અંત સુધી કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ માટે ગોમતીપુર, ખોખરા, મણીનગર તથા સરસપુર વોર્ડમાં હયાત ટાંકીઓના વિસ્તૃતીકરણના કામ માટેના ખાતમુર્હુત થાય તેવી શક્યતા છે.

મ્યુનિ. ઈજનેર વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ જાસપુર ખાતે રૂા.૧૦૯.૧ર કરોડના ખર્ચથી ર૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી તેનો સમાવેશ પણ ખાતમુર્હુતના કામોમાં કરવામાં આવશે.

જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુર્હુત કરવામાં આવશે તો માત્ર વોટર પ્રોજેકટ વિભાગના જ રૂા.૪પ૯.૯૧ કરોડના કામોના ખાતમર્હુત અને લોકાર્પણ કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી લોકાર્પણ અને ખાતમર્હુતના કામોની યાદી બે વખત અપડેટ કરાવવામાં આવી છે.

આ તમામ વિકાસના કામોના લોકાર્પણ- ખાતમર્હુત મુખ્યમંત્રીના હસ્તે થાય તે માટે ચર્ચા ચાલી રહી હતી પરંતુ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલ સંકેત મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ- ખાતમર્હુત થાય તેવા પ્રયાસ ચાલી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.