Western Times News

Gujarati News

સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૨૯૯૧ જેટલી મળેલી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

(માહિતી) નડિયાદ, સમગ્ર રાજયમાં ૭ માં તબક્કાના સેવાસેતુનો કાર્યક્રમ યોજાઇ ગયો. ત્યારે સેવાસેતુના ૭માં તબક્કામાં ખેડા જિલ્લામાં પણ સેવાસેતુના સાતમાં તબક્કામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વિવિધ વિભાગોની મળેલ અરજીઓનો જિલ્લા વહિવટીતંત્ર દ્રારા હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે.

મહેસુલી વિભાગની કુલ ૧૨૫૩ અરજીઓ, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પીની ચકાસણીની કુલ ૬૮૧ અરજીઓ, ડીવમિંગમાં મળેલ કુલ ૨૬૯ અરજીઓ, મિલકત આકારણીની કુલ ૧૦૨ અરજીઓ, આવકનો દાખલામાં કુલ ૧૦૦ અરજીઓ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવામાં કુલ ૬૪ અરજીઓ,

સર્જીકલ સારવારમાં કુલ ૫૬ અરજીઓ, જન્મ મરણના પ્રમાણપત્રમાં કુલ ૫૨ અરજીઓ, મેડીસીન સારવારમાં મળેલ કુલ ૪૪ અરજીઓ, પશુઓની ગાયનોલોજીકલ સારવારમાં મળેલ કુલ ૪૧ અરજીઓ, કાર્ડનું રજીસ્ટ્રેશનમાં કુલ ૩૫ અરજીઓ, રસીકરણમાં કુલ ૩૦ અરજીઓ, ઘરેલું નવા વીજ જાેડાણ (અરજી)માં મળેલ કુલ ૨૫ અરજીઓ, આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરીવર્તનમાં કુલ ૨૩ અરજીઓ, ભીમ એપમાં મળેલ કુલ ૨૩ અરજીઓ,

આધારકાર્ડમાં મળેલ કુલ ૨૧ અરજીઓ, વિધવા સહાયમાં મળેલ કુલ ૧૯ અરજીઓ, પી.એમ.જે.માં કુલ ૧૮ અરજીઓ, આઇ.સી.ડીએસ. બાળકોના આધારકાર્ડમાં મળેલ કુલ ૧૭ અરજીઓ, મોબાઇલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જાેડાણમાં મળેલ કુલ ૧૧ અરજીઓ, કેસલેસ લીટરેસી( ડીઝીટલ ટ્રાન્જેક્શન લીટરેસી)માં મળેલ કુલ ૦૯ અરજીઓ, રાશન કાર્ડમાં નામ કમી કરવવામાં કુલ ૦૮ અરજીઓ, જાતી પ્રમાણપત્ર(સૌરાષ્ટ્રના જિલ્લા સિવાય)માં કુલ ૦૬ અરજીઓ,

નવું બેંક એકાઉન્ટ ખોલાવવામાં મળેલ કુલ ૦૬ અરજીઓ, રાશનકાર્ડમાં નામમાં સુધારો કરવામાં મળેલ ૦૫ અરજીઓ, બસ કન્સેસન પાસ-સામાન્ય લોકો માટેમાં કુલ ૦૩ અરજી એમ મળીને કુલ અલગ અલગ વિભાગની કુલ ૨૯૯૧ અરજીઓ મળી હતી જે પૈકી આ તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. હકારાત્મક નિકાલ કરેલ અરજીઓની ટકાવારી ૧૦૦ ટકા છે. આમ, જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં મળેલ તમામ અરજીઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.