Western Times News

Gujarati News

શખ્સે વર્ષો સુધી સોનું સમજીને ઉલ્કાપિંડ સાચવી રાખ્યો

સિડની, ઓસ્ટ્રેલિયામાં ડેવિડ હોલ નામના વ્યક્તિએ પોતાના ઘરમાં એક પથ્થરને સોનું સમજીને ઘણા વર્ષો સુધી છુપાવીને રાખ્યો હતો. લાખ પ્રયાસો કર્યા પછી પણ ડેવિડ હોલ જાણી શક્યા નથી કે આ પથ્થરમાં સોનું છે કે નહીં. ડેવિડ પાછળથી તે પથ્થર ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મ્યુઝિયમમાં લઈ ગયો.

જ્યારે મ્યુઝિયમના લોકોએ આ પથ્થર જાેયો તો તેમની આંખો પહોંળી થઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે, તે કોઈ સામાન્ય પથ્થર ન હતો પરંતુ આસમાનથી પૃથ્વી પર પહોંચેલી ઉલ્કાઓ હતી, જે સોના કરતાં પણ વધુ કિંમતી છે. તેનું વજન લગભગ ૧૭ કિલો છે. આ લાલ અને પીળો ભારે પથ્થર ડેવિડને વર્ષ ૨૦૧૫માં મેલબોર્ન નજીકના પ્રાદેશિક ઉદ્યાનમાંથી મળ્યો હતો.

૧૯મી સદીમાં આ વિસ્તારમાં ઘણા સોનાના પથ્થરો ઉડ્યા હતા અને તેના કારણે લોકોને સોનું મળવાની આશા છે. ડેવિડને પણ લાગ્યું કે તેને સોનાનો પથ્થર મળ્યો છે. તેણે સોનું મેળવવા માટે પથ્થર તોડવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે બન્યું નહીં. જેથી આ પથ્થર ઘણા વર્ષો સુધી રહસ્ય રહ્યો.

આ પછી ડેવિડ હોલ તાજેતરમાં આ પથ્થરને મેલબોર્નના મ્યુઝિયમમાં લઈ ગયો. આ પથ્થરને જાેયા પછી મ્યુઝિયમના ભૂસ્તરશાસ્ત્રી ડર્મોટ હેનરીએ સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું કે મેં આવા ઘણા પથ્થરો જાેયા છે જેને લોકોએ ઉલ્કાપિંડ કહ્યા હતા. જાેકે મને માત્ર બે વાસ્તવિક ઉલ્કાઓ મળી છે.

હેનરીએ ઉલ્કાપિંડના મહત્વ વિશે જણાવ્યું હતું કે આ ઉલ્કાઓ અવકાશમાં સંશોધનની સૌથી સસ્તી પદ્ધતિ પ્રદાન કરે છે. તેઓ આપણને સમયની અંદર લઈ જાય છે અને સૌરમંડળની ઉંમર, તેના નિર્માણ અને રસાયણો વિશે માહિતી આપે છે. ઘણી ઉલ્કાઓ આપણા ગ્રહના ઊંડા આંતરિક ભાગની ઝલક આપે છે.

ઘણી ઉલ્કાઓમાં ‘સ્ટાર ડસ્ટ’ હોય છે જે આપણા સૌરમંડળ કરતાં જૂની છે. તેઓએ અનુમાન કર્યું કે ડેવિડ દ્વારા મળેલી ઉલ્કા મંગળ અને ગુરુ વચ્ચેના એસ્ટરોઇડ પટ્ટામાંથી આવી હશે. આ ઉલ્કા પિંડ ૪.૬ અબજ વર્ષ જૂની હોઈ શકે છે. તે ૧૦૦થી ૧ હજાર વર્ષ પહેલા પૃથ્વી પર પડ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.