Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુ. કોર્પો. પ્રોપર્ટી ટેક્સધારકોને ઓનલાઇન માહિતી આપશે

અમદાવાદ, અત્યારના ડિજિટલ ઇન્ડિયાના યુગમાંમોટા ભાગના આર્થિક વ્યવહર ઓનલાઇન થવા લાગ્યા છે. અનેક લોકોને ઓનલાઇન નાણાકીય લેવડદેવડ સરળ લાગે છે. આમા માહિતીનું આદાનપ્રદાન પણ ઝડપી બને છે. અનેક લોકો મોબાઇલથી મોકલાવાતી માહિતીને તત્કાળ મેળવી પણ શકાય છે.

આનાથી પ્રેરાઇને મ્યુનિ. સત્તાવાળાઓએ પ્રોપર્ટી ટેક્સધારકોને તેમના ટેક્સને લગતી માહીત તેમજ તંત્રની ટેક્સ વિષયક યોજના વગેરે બાબતોને ઓનલાઇન આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. મ્યુનિ. તંત્રમાં તિજાેરીને આવકથી છલોછલ ભરવા માટેનું એકમાત્ર સાધન હવે પ્રોપર્ટી ટેક્સ બન્યુ છે.

ઓક્ટ્રોય બંધ થવાથી તંત્ર પ્રાથમિક જનસુખાકારીના કામો માટે પણ પ્રોપર્ટી ટેક્સની આવક પર નિભર્ર રહ્યુ છે. પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો કરવા વર્ષની શરૂઆતમાં એડવાન્સ ટેક્સ રિબેર યોજના જાહેર કરે છે, જેમાં જે કરદાતાઓ ચાલુ નાણાકીય વર્ષન ટેક્સ અગાઉથી ભરપાઇ કરે તો તેમના બિલમાં ૧૦ ટકાની રાહત અપાય છે.

આ ઉપરાંત બાકી ટેક્સધારકો માટે જે તે નાણાકીય વર્ષના છેલ્લા મહિનાઓમાં ખાસ રિબેટ યોજના જાહેર કરાય છે. પરંતુ આ તમામ યોજનાઓ ઘણી વખત અનેક કરદાતાઓ સુધી પહોંચતી નથી. આમાં જાેકે આવા ટેક્સધારકોની આળસ પણ જવાબદાર છે. કેટલાક તો ટેક્સ સમયસર ભરવામાં માનતા પણ નથી.

સત્તાવાળાઓ પણ રહેણાક વિસ્તારોના બાકી ટેક્સધારકો સામે કડક કાર્યવાહી કરતા ન હોઇ સંખ્યાબંધ કરદાતાઓનો વર્ષો જુનો ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલે છે. બિનરહેણાક મિલકતોમાં જાે રૂ.૧૫૦૦નો ટેક્સ ભરાયો ન હોય તો ટેક્સ વિભાગની ટીમ તેને તાળા મારતા પણ અચકાતી નથી,

પરંતુ રહેણાંક મિલકતોના લાખો રૂપિયાના બાકી ટેક્સ સામે અગમ્ય કારણસર આંખ આડા કાન કરે છે. આના કારણે દર વર્ષે પ્રોપર્ટી ટેક્સની નિર્ધારિત આવકનો લક્ષ્યાંક મેળવવા ટેક્સ વિભાગને આંખે પાણી આવી જાય છે.

આ બધા કારણસર તમામ ટેક્સધારકોને તેમનો ચાલુ વર્ષનો ટેક્સ, બાકી ટેક્સ ઉપરાંત ટેક્સને લગતી વિવિધ યોજનાઓની માહિતી કે જાહેર કરાતી નવી નીતિ વગેરે જાે ઓનલાઇન ઉપબ્ધ થાય તો મ્યુનિ. તિજાેરીની આવકમાં પણ ખાસ્સો વધારો થઇ શકે છે તેમજ મોબાઇલમાં આંગળીના ટેરવે કરદાતાઓ તેમના ટેક્સની માહિતીથી પૂરેપૂરા વાકેફ થાય તેમ છે.

પ્રોપર્ટી ટેક્સના સત્તાવાળાઓએ કરદાતાઓને તેમના પ્રોપર્ટી ટેક્સની માહિતી કે સર્વિસ ઓનલાઇન આપી શકાય તેવા આશયથી ખાસ ફોર્મનું વિતરણ ચાલુ કર્યું છે. આ ફોર્મ ટેક્સ બિલની સાથે કરદાતાઓને અપાઇ રહ્યું છે, જેમાં જે તે કરદાતાએ પોતાનું નામ, મિલકતનું સરનામું તો દર્શાવવાનું જ છે, પરંતુ ટેનામેન્ટ નંબર, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી,

ટોરેન્ટ પાવર સર્વિસ કે યુજીવીસીએલ સર્વિસ નંબરની વિગત પણ આપવાની છે. જાે કોઇ કરદાતાના એકથી વધુ લાઇટ કનેક્શન હોય તો તમામ સર્વિસ નંબર ફોર્મમાં આપવાના રહેશે.

જે તે કરદાતાએ તમામ વિગતો દર્શાવતું ફોર્મ ભરીને તેને નજીકના સિવિક સેન્ટરમાં આપવાનું રહેશે. આ માહિતીને કરદાતા તંત્રની વેબસાઇટ પર પણ અપડેટ કરી શકે છે.

દરમિયાન, તંત્ર કહે છે જે જે વિગતો ફોર્મમાં દર્શાવાયેલી છે તે મુજબ મળનારી માહિતીના આધારે ભવિષ્યમાં કરદાતાઓને ઓનલાઇન સર્વિસ પૂરી પડાશે. જાેકે તેમાં કરદાતાઓનું કેટલું ફિડબેક આવે છે તે બાબત ખાસ મહત્ત્વની રહેશે. તેના આધારે ઓનલાઇન સર્વિસની રણનીતિ ઘડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.