Western Times News

Gujarati News

રામોલમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતા આઠ ઝડપાયા

અમદાવાદ, રામોલના નૈયા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દારૂની મહેફિલ માણતી આઠ વ્યક્તિઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી. રામોલ પોલીસે દરોડા પાડી દારૂની મહેફિલ માણતા સિદ્ધાર્થ સિસોદિયા, ગણપતસિંહ જાડેજા, રાજકુમાર ઠાકુર, ઉત્સવ ભટ્ટ, અજય વાઘેલા, પ્રવિણસિંહ વાઘેલા, ચિરાગ બોકડે અને રોહિત પાટીલને ઝડપી પાડ્યા હતા.

પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા યુવકો પાસેથી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે હાલ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં જન્મદિનની ઉજવમી તેમજ વાર-તહેવાર પર યોજાતી પાર્ટીઓમાં દારૂની મહેફિલ યોજાતી હોય છે

ત્યારે ઘણા લોકો ઘરમાં બેસીને અથવા તો એપાર્ટમેન્ટના પાર્કિંગ તેમજ ધાબા પર દારૂની મહેફિલ માણતા હોય છે ત્યારે આવા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ પણ કમર કસી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.