Western Times News

Gujarati News

પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રક ઉઠાવી ગયો, 26 લાખનો સામાન ચોરાયો

પ્રતિકાત્મક

અસલાલીની આલ્ફા હોટલની ૨૬ લાખનો સામાન ભરેલી ટ્રકની ચોરી

વેપારીએ ૩૨ લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં કરી

અમદાવાદ, શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો દરરોજ પોલીસને નવા નવા પડકાર આપી રહ્યા છે ત્યારે શહેર પોલીસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. તસ્કરો અત્યાર સુધીમાં મોંઘી બાઇકની ચોરી કરતા હતા, પરંતુ હવે તેઓ મોંઘા વાહનોની પણ ચોરી કરતા અચકાતા નથી. શહેરના અસલાલીની આલ્ફા હોટલની બાજુમાં આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી અશોક લેલેન્ડની ટ્રકમાં ૨૬ લાખનો સામાન ભર્યો હતો, જેની ચોરી કરીને કોઇ ફરાર થઇ ગયુ છે.

નારોલના શાંતિનગરમાં રહેતા અને વિજયા લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા શશીકુમાર પાંડેએ તસ્કર વિરૂદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે. શશીકુમાર પાસે આઠ મોટી ટ્રક છે, જેમાં તે સિન્ટેક્સ તેમજ અન્ય કંપનીના સામાનની હેરાફેરી કરે છે. તેમણે તેમની ટ્રક અસલાલી આલ્ફા હોટલની બાજુમાં આવેલા પાર્કિંગમાં પાર્ક કરી હતી.

ત્યારબાદ બીજા દિવસે શશીકુમારનો ડ્રાઇવર પાર્ક કરેલી ટ્રક પાસે આવ્યો ત્યારે ગયા હતા અને શશીકુમારના ડ્રાઇવરે તેમની ટ્રકની આસપાસ તપાસ કરી તેમ છતાં તે મળી આવી ન હતી. આ ટ્રકમાં સિન્ટેક્સ કંપનીના પ્લાસ્ટિક સેક્શન કે જેની કિંમત ૨૬ લાખ અને અશોક લેલેન્ડ ટ્રકની કિંમત ૬ લાખ મળી કુલ ૩૨ લાખની કોઇ ચોરી કરીને ફરાર થઇ ગયું હતું.

શશીભાઇએ તાત્કાલિક અસલાલી પોલીસને ટ્રકની ચોરી થઇ હોવાની જાણ કરી હતી. આથી અસલાલી પોલીસે તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.