Western Times News

Gujarati News

દેશમાં પૂર, દુષ્કાળ, ચક્રવાત જેવી કુદરતી આફતો વધશે

નવી દિલ્હી, ભારતના દક્ષિણના રાજ્યો અત્યારે વરસાદ અને પૂરથી બેહાલ થઇ ગયા છે. ખાસ કરીને સમુદ્રીય તટો પર આવેલા રાજ્યો અને તેની પાસેના ક્ષેત્રોમાં કેટલાક વર્ષોમાં વરસાદ અને પૂરની સંભાવના વધી છે. આ દરમિયાન મોસમ વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં થનારી સામાન્ય હલચલના કારણે આવનાર દિવસોમાં દેશમાં તોફાન, પૂર અને દુષ્કાળની ઘટનાઓનાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે.

આ વર્ષે ઉત્તરી ઓરિસ્સા તટ પર ૨૬ મે ના રોજ પ્રચંડ ચક્રવાત યાસ ટકરાયું હતું. જ્યારે ગુજરાતના કિનારે ચક્રવાત તૌકાતે દસ્તક દીધી હતી. ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ ટોપિકલ મેટ્રોલોજીના ક્લાઇમેન્ટ વૈજ્ઞાનિક સ્વપ્ના પનિકલે કહ્યું કે સમુદ્રમાં બનતા જ્વાર અને અન્ય ગતિવિધિઓ વધારે જાેખમી વાળી સમુદ્રીય ઘટનાઓમાં વધારાની સંભાવનાને દર્શાવે છે.

જલવાયુ પરિવર્તન પર સંબંધિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે આંકડા દર્શાવે છે કે ૧૮૭૦ની શરૂઆતથી મુંબઈના તટ પર આ સમુદ્રીય ઘટનાઓમાં વધારો થયો છે. મોસમ વૈજ્ઞાનિક સ્વપ્ના પનિકલે ચેતવણી આપી કે સમુદ્રીય સ્તરમાં થનારા ઉતાર-ચડાવથી ભારતના તટીય રાજ્યોએ વધારે સારી રીતે તૈયારી રાખવી પડશે.

તેમણે કહ્યું કે ૧૮૭૦થી ૨૦૦૦ વચ્ચે વૈશ્વિક સમુદ્રીય સ્તરમાં પ્રતિ વર્ષ ૧.૮ એમએમનો વધારો થયો છે. જે ૧૯૯૩થી ૨૦૧૭ વચ્ચે ૩.૩ એમએમ થઇને ડબલ થઇ ગયો છે. ગ્લેશિયર્સ પીગળવાથી અને સમુદ્રના પાણી પર ગરમીના પ્રભાવના કારણે સમુદ્રના સ્તરમાં વધારો થયો છે.

મહાસાગર પર્યાવરણની ૯૧ ટકાથી વધારે ગરમીને અવશોષિત કરે છે. તેમની પાસે પૃથ્વી પર રહેલા અન્ય ઘટકોની સરખામણીમાં સૌથી વધારે તાપ ક્ષમતા છે. વૈશ્વિક એવરેજ સમુદ્ર સ્તર વધી રહ્યું છે અને અરબ સાગર સહિત હિન્દ મહાસાગરમાં પણ સમુદ્રીય સ્તર વધવાનો અંદાજ છે.

૨૦૫૦ સુધી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પણ સમુદ્રના સ્તરમાં ૧૫ થી ૨૦ સેમીનો વધારો થવાની સંભાવના છે અને આ ચિંતાની વાત છે. વૈજ્ઞાનિક સ્વપ્ના પનિકલે કહ્યું કે સમુદ્રીય સ્તરમાં અત્યાધિક વધારાના કારણે આવનાર દિવસોમાં ઘણા ભયાનક ચક્રવાત આવવાની સંભાવના વધી ગઈ છે.

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના પૂર્વ સચિવ એમ રાજીવન, ભારતીય મોનસૂન પર સમુદ્રની ભૂમિકા પર કહ્યું કે અવલોકન એ બતાવે છે કે ઉત્તરી-પૂર્વી મોનસૂન દરમિયાન થયેલો ભારે વરસાદ દર્શાવે છે કે ભવિષ્યમાં આ પ્રકારના કેસમાં વધારો થશે અને ભવિષ્યમાં જલવાયુ પરિવર્તનના કારણે આવનાર દિવસોમાં ભારે વરસાદની ઘટનાઓમાં વધારો થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.