Western Times News

Gujarati News

પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

નવીદિલ્હી, પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગૌતમ ગંભીરે આરોપ લગાવ્યો છે કે તેને આઇએસઆઇએસ કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ભાજપ સાંસદે હવે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.હાલમાં ગૌતમ ગંભીરની સુરક્ષા વ્યવસ્થા ધરાવી દેવામાં આવી છે.

ગૌતમ ગંભીરે તેમને આ ધમકી આઇએસઆઇએસ કાશ્મીર તરફથી મળી છે. ક્રિકેટરે આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલાની નોંધ લેતા દિલ્હી પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણનું કહેવું છે કે ગૌતમ ગંભીરનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગૌતમ ગંભીરે ગઈકાલે રાત્રે જ આ ફરિયાદ નોંધાવી છે.ગૌતમ ગંભીર વિપક્ષનાં નેતાઓ પર પોતાના નિવેદનબાજીને લઈને ચર્ચામાં રહે છે, હાલમાં જ તેમણે નવજાેત સિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધુને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઈમરાન ખાનને તેમના “મોટા ભાઈ” તરીકે બોલાવ્યા પર કહ્યુ, પહેલા પોતાના બાળકોને સરહદ પર મોકલે અને પછી આવા નિવેદન આપે.

ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે, ભારત ૭૦ વર્ષથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે લડી રહ્યું છે અને સિદ્ધુ “આતંકવાદી દેશનાં વડાપ્રધાન”ને તેના મોટા ભાઈ કહે તે “શરમજનક” છે. તેમણે ટ્‌વીટ કર્યું, “તમારા પુત્ર કે પુત્રીને સરહદ પર મોકલો અને પછી આતંકવાદી રાષ્ટ્રનાં વડાને તમારા મોટા ભાઈ કહો! તેમણે પૂછ્યું કે શું સિદ્ધુને યાદ છે કે પાકિસ્તાની આતંકવાદીઓએ છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં આપણા ૪૦ થી વધુ નાગરિકો અને સૈનિકોને મારી નાખ્યા હતા?”

ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીની પૂર્વ દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. ભૂતકાળમાં, તે ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે, થોડા સમય પહેલા તે રાજકારણમાં જાેડાયા હતા. ગૌતમ ગંભીર બે વર્લ્‌ડકપ વિજેતા ટીમનો ભાગ રહ્યા છે, ગૌતમ ગંભીર ૨૦૦૭ ટી ૨૦ વર્લ્‌ડકપ અને ૨૦૧૧ વર્લ્‌ડકપમાં મોટા સ્ટાર રહ્યા હતા અને તેમણે બન્ને ફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.AR


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.