Western Times News

Gujarati News

રાજ્યમાં એકવાર ફરી ઠંડીનો પારો ગગડ્યો, નલિયા બન્યુ ઠંડુગાર

ગાંધીનગર, રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ હતુ, પરંતુ હવે એકવાર ફરી ઠંડીનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આવનારા દિવસોમાં ઠંડીનું જાેર વધશે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જાેર વધ્યુ છે. જાે કે હજુ પણ દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ રાત્રિ દરમિયાન પારો સતત ગગડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતી કાલથી એટલે કે ગુરુવારથી ઠંડીનો પારો ઉંચકાશે. જાે કે તાજેતરમાં રાજ્યમાં લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યનાં પાટનગરનાં લોક પણ આ બે ઋતુનો અનુભવ કરી રહ્યુ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી, વડોદરામાં વઘુત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી, સુરતમાં લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયુ છે. ત્યારે રાજ્યમાં સૌથી ઠંડુ તાપમાન નલિયામાં નોંધાયુ છે. અહી લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી નોંધાયુ છે. હાલમાં સ્થિતિ એવી છે કે, રાત્રિ દરમિયાન ઠંડીમાં વધારો થાય છે અને દિવસમાં ગરમીનો અહેસાસ થતો હોય છે.

છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. જેના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. જાે કે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડી વધશે. રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી વહેલી સવારે ધુમ્મસ ભરેલુ વાતાવરણ જાેવા મળ્યુ હતુ.

વાહનો ચલાવવામાં લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો હોવા છતા રોજિંદા કસરત કરતા કે યોગા કરતા લોકો નજરે પડ્યા છે. વળી વહેલી સવારે ફૂંલ ગુલાબી ઠંડીમાં ઘણા લોકો કસરતની સાથે સાથે વેજીટેબલ અને ફ્રૂટ જ્યુસ પીતા જાેવા મળ્યા હતા. વળી જાે રાજ્યનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી પણ વહેલી સવારનાં રોજ ધુમ્મસભર્યુ વાતાવરણ જાેવા મળ્યુ હતુ. અહી પણ ગાઢ ધુમ્મસનાં કારણે વહેલી સવારે નીકળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.AR


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.