Western Times News

Gujarati News

દેશમાં હવે પારલે બિસ્કીટના ભાવમાં ૧૦ ટકાનો વધારો થયો

મુંબઇ, અગ્રણી ફૂડ કંપની પાર્લે પ્રોડક્ટ્‌સે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે તેની તમામ કેટેગરીના ઉત્પાદનોના ભાવમાં ૫ થી ૧૦ ટકાનો વધારો કર્યો છે. કંપનીના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ખાંડ, ઘઉં અને ખાદ્યતેલ જેવા કાચા માલના ભાવમાં વધારાને કારણે કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.

કંપનીનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ પારલે જી હવે ૬-૭ ટકા મોંઘું થઈ ગયું છે. આ સાથે, કંપનીએ રસ્ક અને કેક સેગમેન્ટમાં અનુક્રમે ૫-૧૦ ટકા અને ૭-૮ ટકા ભાવમાં વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે, બિસ્કિટ સેગમેન્ટમાં પાર્લેના ઉત્પાદનોમાં પાર્લે જી, હાઇડ એન્ડ સીક અને ક્રેકજેક જેવી લોકપ્રિય બ્રાન્ડનો સમાવેશ થાય છે.

પારલે પ્રોડક્ટ્‌સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે કિંમતોમાં ૫-૧૦ ટકાનો વધારો કર્યો છે.” તે જ સમયે, ભાવોને આકર્ષક સ્તરે રાખવા માટે, પેકેટના ‘ગ્રામ’ કાપવામાં આવ્યા છે.

“આ ઉત્પાદન ખર્ચ પરના ફુગાવાના દબાણને ધ્યાનમાં લીધા પછી કરવામાં આવ્યું છે, જેનો આપણે સામનો કરી રહ્યા છીએ. મોટાભાગની કંપનીઓ તેનો સામનો કરી રહી છે,” તેમણે કહ્યું. તેમણે જણાવ્યું હતું કે કંપની ફુગાવાના દબાણનો સામનો કરી રહી છે કારણ કે ખાદ્ય તેલ જેવી ઇનપુટ સામગ્રીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં ૫૦-૬૦ ટકાનો વધારો થયો છે.

આપને જણાવી દઈએ કે, આ નાણાકીય વર્ષમાં પારલે દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ વધારો છે. અગાઉ, કંપનીએ જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો કર્યો હતો, પરંતુ તે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં કરવામાં આવ્યો હતો.AR


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.