Western Times News

Gujarati News

હોમવર્ક ન કર્યું તો હાથ-પગ બાંધીને પિતાએ પુત્રને ઊંધો લટકાવ્યો

ચિત્તોડગઢ, રાજસ્થાનના ચિત્તોડગઢમાં દીકરાએ હોમવર્ક ન કરતાં તેના પિતાએ તેને ઊંધો લટકાવી દીધો હતો. નિર્દય પિતા આટલે જ અટક્યો ન હતો.

દીકરાને ઉલ્ટો લટકાવ્યા બાદ તેને લાકડી વડે માર મારવા આવ્યો ત્યારે માતાએ વચ્ચે પડીને દીકરાનો બચાવ કર્યો હતો. ઉલ્ટો લટકાવ્યા બાદ રડતાં-રડતાં તે પિતા સામે આજીજી કરતો રહ્યો અને કહ્યું કે મને મારી નાંખો પણ ઉલ્ટો ન લટકાવો. આ તરફ નિર્દય બાપની કરતૂત સામે લાવવા માતાએ તેની વીડિયો બનાવી લીધો હતો.

ઘટના ચિત્તોડગઢના બુંદી જિલ્લાના ડાબીનો છે. અહીં 8 વર્ષનો માસૂમ હોમવર્ક પૂરું કરવાને બદલે રમવા માટે જતો રહ્યો હતો. આ વાતની તેના પિતાને ખબર પડતાં માસૂમ દીકરાના દોરડા વડે હાથ પગ બાંધીને જમીનપર પટક્યો હતો, ત્યારબાદ તેને ઉલ્ટો લટકાવી દીધો હતો. નિર્દય પિતાએ રોષે ભરાઈને દીકરાને અપશબ્દો પણ કહ્યા હતા. આ દરમિયાન દીકરો વારંવાર આજીજી કરતો રહ્યો હતો કે મને ઉલ્ટો ન લટકાવો. બાદમાં પિતા લાકડી લઈને દીકરાને મારવા આવ્યો ત્યારે માસૂમને માતાએ બચાવી લીધો હતો.

નિર્દય પિતા આ પહેલા પણ પુત્ર સાથે આવું વર્તન કર્યું હતું. આ ઘટના બાબતે પિતાને પાઠ ભણાવવા માટે પુત્રની માતાએ મોબાઈલ ફોન દ્વારા ઘટનાનો વીડિયો શુટ કરી લીધો હતો. આ સમગ્ર ઘટના મોબાઇલફોનમાં રેકોર્ડ કરવામાં આવી હતી. પુત્રની માતા મંગળવારે તેને લઈને બુંદીથી ચિત્તોડગઢના જોગણીયા માતા ગામે જઈને પોતાના ભાઈને બોલાવીને તેણે આ વીડિયો ભાઈને બતાવ્યો હતો. આ સાથે જ માસૂમ પુત્રને પણ પોતાના ભાઈની સાથે જ મોકલી દીધો હતો. ભાઈ ચંદ્રભાને ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરીને આ મામલે જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.