Western Times News

Gujarati News

મંગળગ્રહની સૂર્યાસ્તની તસવીર નાસાએ દેખાડી

નવી દિલ્હી, ડૂબતા સૂર્યની આછી વિદાળી રોશનીથી સજેલા આકાશનો અદભૂત નજારો કોઈનું પણ મનમોહી લે. પૃથ્વીના વિભિન્ન જગ્યાઓ ઉપર સનસેટની તસવીરો અને નજારાનો અત્યાર સુધી તમે અનેક વખત જાેયો હશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે સૌરમંડલના બાકીના ગ્રહો પરથી સનસેટ કેવો દેખાતો હશે. જાેકે, મોટાભાગના લોકોના મનમાં આવો પ્રશ્ન જ નહીં આવતો હોય.

પરંતુ આ પ્રશ્ન નાસાના વૈજ્ઞાનિકોના મનમાં પણ આવ્યો અને તેઓએ બાકીના ગ્રહોથી સૂર્યાસ્ત કેવો દેખાય છે તેની સુંદર તસવીર પણ શેર કરી છે. લાંબા સમયથી મંગળ પર જીવનની શોધ કરી રહેલા નાસાના વૈજ્ઞાનિકોએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.

સફેદ ખરબચડા વાદળો, પહાડો જેવા દેખાતા પથ્થરો વચ્ચે ડૂબતા સૂર્યની તસવીર જાેઈને અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કે આ પૃથ્વીની નહીં પણ મંગળ ગ્રહની તસવીર છે. આ તસવીર શેર કરતાં નાસાએ કેપ્શનમાં લખ્યું છે કે, લાલ ગ્રહ પર વાદળી સૂર્યાસ્ત. અમારા પર્સિવરેન્સ માર્સ રોવરે તેનો સૌપ્રથમ સૂર્યાસ્તનો ફોટો લીધો છે.

નાસાની પોસ્ટ અનુસાર, આ તસવીર માસ્ટકેમ-ઝેડ કેમેરા સિસ્ટમ દ્વારા ૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ લેવામાં આવી હતી. મિશનના ૨૫૭માં દિવસે મંગળની સૂર્યાસ્તની તસવીર લેવામાં આવી હતી. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો છે.

નાસાએ ખુલાસો કર્યો છે કે લાલ ગ્રહ પર સૂર્યાસ્તનું અવલોકન ૧૯૭૦ના દાયકાથી ચાલી રહ્યું છે. નાસાએ જણાવ્યું હતું કે, મંગળના સૂર્યાસ્તમાં સામાન્ય રીતે તેમના લાક્ષણિક વાદળી રંગછટા દેખાય છે, જે વાતાવરણમાં રહેલી ધૂળના પરિણામે દેખાય છે, નાસાએ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.