Western Times News

Gujarati News

મધરાતે વડોદરા ૧૦૮ની ટીમે અલીરાજપુરની સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી

અલીરાજપુરના નાનકીબેનને બસમાં ઉપડી પ્રસુતિની પીડા…

વડોદરા, ૧૦૮ વડોદરાની ટીમે  વધુ એકવાર સગર્ભા માતાને ઉગારવાનો સફળ વ્યાયામ મધરાત્રે કરીને કર્તવ્યનિષ્ઠાનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો છે. મધ્ય પ્રદેશના અલીરાજપુરના સગર્ભા નાનકીબેન પોતાના કુટુંબીજનો સાથે સૌરાષ્ટ્રના કાલાવડથી છોટાઉદેપુર જવા નીકળ્યા હતા.

તે દરમિયાન મધ્યરાત્રિના દોઢ વાગ્યાના સુમારે તેઓને પ્રસુતિની પીડા ઉપડતા કઠિન સંજોગો ઊભા થયા હતા. બસ વડોદરા ડેપો પહોંચતા જીવન રક્ષક સેવા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. સંજોગોની નાજુકતા સમજીને ઇ.એમ.ટી.વિષ્ણુ બારીયા અને પાયલોટ અરવિંદ માલીવાડ તુરત જ ૧૦૮ વાહન સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સગર્ભાને તુરત જ ૧૦૮ વાહનમાં ખસેડીને આ લોકોએ ખૂબ સમયસૂચકતા સાથે વાહનમાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુને હેમખેમ ઉગારી લીધા હતા. માતા અને બાળકની હાલત સારી છે. ૧૦૮ કર્મીઓની આ કર્તવ્યનિષ્ઠા સહુએ વખાણી છે.યાદ રહે કે ૧૦૮ વડોદરાની ટીમે કોરોના કટોકટીમાં નીડરપણે સતત કામ કરીને દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સેવાઓ આપી હતી. તેને અનુલક્ષીને સ્વતંત્રતા દિવસ સમારોહમાં ટીમ નું સન્માન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.