Western Times News

Gujarati News

શાંતિ એશિયાટિક સ્કૂલના વિધાર્થી જીત્યા થાઈ કિક બોક્સિંગ નેશનલ  ચેમ્પિયનશિપનો ખિતાબ

અમદાવાદ, શાંતિ એસિયાટિક સ્કૂલના વિધાયર્થીઓ તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલ થાઈ કિકબોક્સિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં જુનિયર સ્પર્ધામાં વિજેતા થયેલ છે. જેમાં વીર વિક્રમ સિંહ (ગોલ્ડ મેડલ), રિષીકાઃ શર્મા (ગોલ્ડ), શ્રેયા પોતભારે (સિલ્વર), રોનક શર્મા (સિલ્વર) અને ઈશાની સિંહ સેંગર (બ્રૉન્ઝએ) ખિતાબ જીતેલ છે. આ ચેમ્પિયનશિપ નરેશ નગર, દાંતા, રાજસ્થાન ખાતે તા. ૧૯ અને ૨૧ નવેમ્બર ના રોજ યોજાયેલ હતી.

આ કૉપિટિશન વિશે વાત કરતા સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રીમતી સુચિત્રા દ્વારા જણાવામાં આવ્યું હતુંકે, આ કૉપિટિશનમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સતત ૪ થી ૫ કલાક સુધી મેહનત કરતા હતા.

જેમાં માર્ટિયલ આર્ટ સ્કિલ્સ, સ્પોર્ટ્સ એક્ટિવિટીની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ નેશનલ ટુર્નામેન્ટ હતી જેમાં આખા ગુજરાતની ટિમ દ્વારા ડીસ્ટ્રીક ટ્રાયલ પણ લીધા હતા. હમારી સ્કૂલ માંથી ૫ વિદ્યાર્થીઓ ગયા હતા. આ ટુર્નામેન્ટ પોતાનો સારો દેખાવ કરી તે લોકો મેડલ જીતીને આવ્યા છે તેની હમને ખુબજ ખુશી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.