Western Times News

Gujarati News

નિકોલ ખાતે કર્ણાવતી મહાનગર ભાજપાની કારોબારી યોજાઈ

કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ઠ ૧૮માંથી ૧૮ બેઠકો ભાજપના ફાળે જાય તેવો અથાગ પરિશ્રમ કરવાની હાકલ કરતા પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા.

હાલમાં યોજાયેલ કર્ણાવતી મહાનગરના નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં અથાગ પરિશ્રમ અને માઈક્રો મેનેજમેન્ટના કારણે અપેક્ષા કરતા પણ ત્રણ ગણા લોકો શુભેચ્છા આપવા પધાર્યા હતા. તે ભાજપા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસનો પ્રતિબિંબ છે. – શ્રી અમિતભાઈ પી. શાહ

ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું છે તે હર હમેંશ કર્યું છે ભૂતકાળના ચુંટણી ઢંઢેરામાં ૩૭૦ કલમ નાબુદીની વાત હોય કે ભવ્ય રામમંદિર નિર્માણની વાત હોય આવા અસખ્ય વાયદાઓ ભાજપાએ પૂર્ણ કર્યા છે. – શ્રી અમિતભાઈ પી.શાહ
વિરોધ પક્ષો પાસે ભાજપા સરકાર અને સંગઠનના વિરોધમાં કોઇપણ મુદ્દો નથી,

માત્રને માત્ર અપપ્રચાર જુઠ્ઠાણા ફેલાવીને રાજનીતિમાં ટકી રહેવાના નિષ્ફળ પ્રયાસો વિરોધીઓ તેમજ કોંગ્રેસ કરી રહી છે. – શ્રી અમિતભાઈ પી. શાહ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશ અને વિશ્વ સમક્ષ એક મોડેલ સ્ટેટના સ્વરૂપમાં પ્રસ્થાપિત થયું હતું. દેશના અન્ય રાજ્યોના નાગરિકોને મનમાં થાય કે અમારે પણ ગુજરાત થવું છે અને નરેન્દ્રભાઈ જેવું સક્ષમ નેતૃત્વ અમને મુખ્યમંત્રી તરીકે મળે.

સમગ્ર દેશના નાગરિકોની આ ભાવના તેમના મુખ્યમંત્રી તરીકે તો નહિ પરંતુ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને બેસાડીને ફલીભૂત કરી. – શ્રી ઋષિકેશભાઈ પટેલ

કર્ણાવતી મહાનગરમાં એક લઘુ ગુજરાત વસે છે અને કર્ણાવતીની રાજકીય ગતિવિધિઓનો મેસેજ સંપૂર્ણ ગુજરાતમાં જાય છે માટે કર્ણાવતી મહાનગરનું રાજકીય રીતે ખુબ મહત્વ છે. – શ્રી ઋષિકેશભાઈ પટેલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવાની દિશા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. – શ્રી જગદીશભાઈ પંચાલ

શ્રી જગદીશભાઈ પંચાલના કોંગ્રેસ પર આકરા પ્રહારો – ગુજરાતનો ૧૬૦૦ કી.મી.નો દરિયા કિનારો એ કોંગ્રેસને ૭૦ વર્ષમાં પણ ના દેખાયો અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના બંદરો પર ૪૨થી પણ વધુ પોર્ટ બનવા જઈ રહ્યા છે અને દેશના આયાત નિર્યાતમાં ૪૦ ટકાથી પણ વધુ માલનું આવન જાવન ગુજરાતના બંદરો પરથી થઇ રહ્યો છે.

મંડલ કારોબારી, વોર્ડ સંગઠનની સંરચના, પેજ સમિતિની પ્રક્રિયા, મંડલ સહ પ્રશિક્ષણ વર્ગ, કમલપુષ્પ કાર્યક્રમ, મન કી બાત કાર્યક્રમ અને ૨૫ ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર દરમ્યાન શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસ પ્રસંગે ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓનું આહવાન કરતા શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ.

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ શહીદ વીર મંગલ પાંડે હોલ નિકોલ ખાતે કર્ણાવતી મહાનગરની ભાજપાની મહાનગર કારોબારીની અગત્યની બેઠક યોજાઈ હતી.

શુભારંભ પ્રસંગે સાંઘીક ગાન અને વંદે માતરમના ગાન સાથે દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત સત્કાર કરવામાં આવ્યા હતા. કર્ણાવતી મહાનગરના શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે સૌ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ તેમજ કારોબારીના સભ્યોને આવકારતા જણાવ્યું કે,

આપણી પરમ્પરા મુજબ રાષ્ટ્રીય કારોબારીના એક મહિનાની અંદર પ્રદેશ કારોબારી તેમજ જીલ્લા મહાનગરની કારોબારી યોજીને રાષ્ટ્રીય કારોબારીમાં થયેલ તમામ કામગીરીને તમામ શ્રેણીના કાર્યકર્તાઓને અવગત કરાવવામાં આવે છે અને તે પછી મંડળ તેમજ વોર્ડ કક્ષાએ કારોબારીનું આયોજન હાથ ધરવામાં આવે છે અને બુથ તેમજ પેજ સમિતિ સુધીના કાર્યકર્તાઓને પક્ષની કાર્યપ્રણાલીથી અવગત કરવામાં આવે છે અને આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

શ્રી શાહે શહેર સંગઠન અને તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપતા જણાવ્યું કે, હાલમાં યોજાયેલ કર્ણાવતી મહાનગરના નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં અથાગ પરિશ્રમ અને માઈક્રો મેનેજમેન્ટના કારણે અપેક્ષા કરતા પણ ત્રણ ગણા લોકો શુભેચ્છા આપવા પધાર્યા હતા, તે ભાજપા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસનો પ્રતિબિંબ છે.

શ્રી શાહે વિધાનસભા સહ પેજ સમિતિના રીપોર્ટને ઉપસ્થિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સમક્ષ મુક્યો હતો અને ઝડપથી વિધાનસભા સહ પેજ સમિતિ પૂર્ણ કરી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના ચુંટણી જીતવાના અભેદ શસ્ત્રને ચુંટણીઓ પૂર્વે તૈયાર કરવાની હાકલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું છે તે હર હમેંશ કર્યું છે ભૂતકાળના ચુંટણી ઢંઢેરામાં ૩૭૦ કલમ નાબુદીની વાત હોય કે ભવ્ય રામમંદિર નિર્માણની વાત હોય આવા અસખ્ય વાયદાઓ ભાજપાએ પૂર્ણ કર્યા છે. વિરોધ પક્ષો પાસે ભાજપા સરકાર અને સંગઠનના વિરોધમાં કોઇપણ મુદ્દો નથી માત્રને માત્ર અપપ્રચાર જુઠ્ઠાણા ફેલાવીને રાજનીતિમાં ટકી રહેવાના નિષ્ફળ પ્રયાસો વિરોધીઓ તેમજ કોંગ્રેસ કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસ તેમના પક્ષ પ્રમુખ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાનું નામ પણ આપી શકે તેમ નથી ત્યારે હાલમાં યોજાયેલ ઇસનપુર તેમજ ચાંદખેડા વોર્ડની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ પણ જપ્ત થઇ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની બેલડી દેશની અખંડિતતા માટે આજે સતત કાર્યશીલ છે. આ બેલડીને વંદન અભિનંદન કરું છુ અને ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આવકારું છુ તેમ શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે જણાવ્યું હતું.

કારોબારીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલ વિકાસના કામોનું એક સુંદર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર, રાજ્ય તેમજ કોર્પોરેશનની ભાજપાની સરકારની કામગીરીને બિરદાવતો અભિનંદન પ્રસ્તાવ શહેર ઉપપ્રમુખશ્રીમતી ડૉ.ચંદ્રાવતીબેન ચૌહાણે રજુ કર્યું હતું અને શહેર ઉપપ્રમુખશ્રી દીપિકાબેન ત્રિવેદી અને શહેર મંત્રીશ્રી હીરાબેન પટેલે અનુમોદના આપી ટેકો જાહેર કર્યો હતો

અને સમગ્ર કારોબારીએ બંને હાથ ઉંચા કરીને અભિનંદન પ્રસ્તાવને પારિત કર્યો હતો. આ જ શૃંખલામાં શહેર મહામંત્રીશ્રી જીતુભાઈ ભગતે અતિ મહત્વપૂર્ણ એવો રાજકીય પ્રસ્તાવ રજુ કર્યો હતો અને શહેર ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ ચૌધરી અને શ્રી દર્શકભાઈ ઠાકરે અનુમોદન કરી ટેકો જાહેર કર્યો હતો. શહેર પ્રમુખશ્રી અમિતભાઈ શાહે સભાખંડમાં બંને હાથ ઉંચા કરી ઓમના ઉચ્ચારણ સાથે સભાખંડમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ રાજકીય પ્રસ્તાવને પારિત કર્યો હતો.

મહાનગરની કારોબારીમાં આગામી કાર્યક્રમો જેવા કે હર ઘર દસ્તક અને નિરામય ગુજરાત અભિયાનનું માર્ગદર્શન રાજ્યના આરોગ્યમંત્રીશ્રી અને મહાનગર પ્રભારીમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આપ્યો હતો. આ પ્રસંગે કારોબારીને સંબોધતા શ્રીપટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશ અને વિશ્વ સમક્ષ એક મોડેલ સ્ટેટના સ્વરૂપમાં પ્રસ્થાપિત થયું હતું.

દેશના અન્ય રાજ્યોના નાગરિકોને મનમાં થાય કે અમારે પણ ગુજરાત થવું છે અને શ્રી નરેન્દ્રભાઈ જેવું સક્ષમ નેતૃત્વ અમને મુખ્યમંત્રી તરીકે મળે. સમગ્ર દેશના નાગરિકોની આ ભાવના તેમના મુખ્યમંત્રી તરીકે તો નહિ પરંતુ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને બેસાડીને ફલીભૂત કરી.શ્રી પટેલે કર્ણાવતી મહાનગર સંગઠન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે, કર્ણાવતી મહાનગરમાં એક લઘુ ગુજરાત વસે છે

અને કર્ણાવતીની રાજકીય ગતિવિધિઓનો મેસેજ સંપૂર્ણ ગુજરાતમાં જાય છે માટે કર્ણાવતી મહાનગરનું રાજકીય રીતે ખુબ મહત્વ છે. કોરોના કાળમાં ભાજપાના કાર્યકર્તાઓએ જીવની ચિંતા કર્યા વગર પ્રજાજનોની સેવા કરીને સેવા હી સંગઠનના સુત્રને ચરિતાર્થ કર્યું છે.

માં કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના થકી ગરીબો માટે એક ગ્રીન કોરીડોર, ગ્રીન ચેનલની સંરચના થકી અંતિમ સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે ગોઠવી છે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું. ૨૫ હજાર જેટલા રસીકરણ કેન્દ્રો થકી ગુજરાતમાં રસીકરણનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.

મહાનગરની કારોબારીમાં રાજ્યના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલે આત્મનિર્ભર ભારત અભિયાનની માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવાની દિશા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. કોરોના જેવા કપરા કાળમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર પેકેજ થકી આપદાને અવસરમાં ફેરવવાનું કામ કર્યું છે.

ભૂતકાળમાં વિશ્વના દેશો પર રસી માટે નિર્ભર રહેતા ભારત દેશે સ્વદેશી રસી બનાવીને ઉદાર હાથે ૯૫ જેટલા દેશોમાં ૧૨૭ લાખ જેટલા ડોઝ ડોનેટ કર્યા અને ૩૮૧ લાખ જેટલા ડોઝ કોમર્શીયલી વેચાણ કર્યા. દેશમાં કોરોના પહેલા એક પણ PPE કીટ બનતી નહોતી પરંતુ કોરોના કાળમાં ૨૩ લાખથી પણ વધુ PPE કીટ અને કરોડો N95 માસ્ક નિર્યાત કર્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નિર્ણયોના કારણે આજે ૧ કલાકથી પણ ઓછા સમયમાં વેપાર કરવા માટેની પરમીશન મળી રહે છે. શ્રી પંચાલે કોગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ગુજરાતનો ૧૬૦૦ કી.મી.નો દરિયા કિનારો એ કોંગ્રેસને ૭૦ વર્ષમાં પણ ના દેખાયો

અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના બંદરો પર ૪૨થી પણ વધુ પોર્ટ બનવા જઈ રહ્યા છે અને દેશના આયાત નિર્યાતમાં ૪૦ ટકાથી પણ વધુ માલનું આવન જાવન ગુજરાતના બંદરો પરથી થઇ રહ્યો છે. આત્મનિર્ભરના પાંચ મજબુત પાયા જેવા કે ઇકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડીમાંડ તથા સપ્લાય બાબતે ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને શહેર પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહે ઉપસ્થિત સૌ સભ્યોને નુતનવર્ષના વર્ષાભિનંદન પાઠવી સ્નેહ મિલનના ભવ્ય કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રીશાહે આગામી કાર્યક્રમો જેવા કે, મંડલ કારોબારી, વોર્ડ સંગઠનની સંરચના, પેજ સમિતિની પ્રક્રિયા, મંડલ સહ પ્રશિક્ષણ વર્ગ, કમલપુષ્પ કાર્યક્રમ, મન કી બાત કાર્યક્રમ અને ૨૫ ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર દરમ્યાન શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસ પ્રસંગે ઉજવાતા સુશાસન સપ્તાહ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ મહામંત્રીશ્રી અને મહાનગર પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલાએ કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ઠ ૧૮માંથી ૧૮ બેઠકો ભાજપના ફાળે જાય તેવો અથાગ પરિશ્રમ કરવાની હાકલ ઉપસ્થિત સૌ સભ્યોને કરી હતી. સંગઠન દ્વારા સોંપાયેલ તમામ કામગીરી અપેક્ષિત સમયમાં પૂર્ણ કરવાની અપીલ ઉપસ્થિત સૌ સભ્યોને કરી હતી.

શ્રી વાઘેલાએ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના ચુંટણી જીતવાના સંગઠનાત્મક અભેદ શસ્ત્ર પેજ સમિતિનું મહત્વ સમજાવી પેજ સમિતિનું કાર્ય તરત પૂર્ણ કરવા જણાવ્યું હતું. શ્રી વાઘેલાએ આગામી સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વન ડે વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંગે સૌને અવગત કરાવ્યા હતા.

શ્રી વાઘેલાએ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભરતા “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “જય શ્રી રામ”ના નારા લગાડ્યા હતા. શ્રી વાઘેલાએ કાર્યકર્તાઓને બિરદાવતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં સામાજિક દાયિત્વ નિભાવીને ભાજપાના કાર્યકર્તાએ એ સિદ્ધ કર્યું છે કે, ભાજપા એ માત્ર રાજકીય પક્ષ નથી પરંતુ જનસેવા માટે હર હમેંશ તત્પર રહે છે.

સમારોપ સત્રમાં શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહે સૌ કાર્યકર્તાઓને આજની આ કારોબારીમાં સોંપેલ તમામ કાર્યવાહી સમયસર પૂર્ણ કરવા અપીલ કરી હતી. આ મહાનગર કારોબારી બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખશ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રીશ્રી મહેશભાઈ કસવાલા, મેયરશ્રી કિરીટભાઈ પરમાર, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરીભાઈ અમીન સહીત અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કારોબારીનું સંચાલન શહેર મહામંત્રીશ્રી ભૂષણભાઈ ભટ્ટે કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.