Western Times News

Gujarati News

મેં જીવનભર રંગભેદનો સામનો કર્યો: લક્ષ્મણ શિવરામકૃષ્ણ

નવી દિલ્હી, ક્રિકેટની દુનિયામાં રંગભેદ નવો મુદ્દો નથી. ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણનનું કહેવું છે કે, દેશમાં મેં પણ જીવનભર તેનો સામનો કર્યો છે. ભારત માટે ૯ ટેસ્ટ અને ૧૬ વન-ડે મેચ રમી ચૂકેલા શિવરામકૃષ્ણે શનિવારે ટિ્‌વટર પર એક પોસ્ટમાં પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે કોમેન્ટેટર્સ દ્વારા ઓનલાઈન ટ્રોલિંગ કરવા અંગે જણાવ્યું.

તેમણે ટિ્‌વટર પર લખ્યું કે, મેં આખી જિંદગી રંગને લઈને ટીકાનો સામનો કર્યો, એટલે તે હવે મને પરેશાન નથી કરતું. કમનસીબથી તે આપણા દેશમાં થાય છે. એક ટિ્‌વટર યૂઝરે પોસ્ટમાં શિવરામકૃષ્ણનને ટેગ કરતા લખ્યું, આ ટીકાઓ તેમને લઈને યોગ્ય નથી, કેમકે તેમના જેવા લોકો સ્પિનરોને પ્રત્સાહન આપવાની વાત કરે છે.

જ્યારે તે સ્પિનની ઝીણવટભરી બાબતો અને ટેકનિકને જણાવે છે તો યુવા સ્પિનર કે કોચો માટે ફાયદાકારક હોય છે. આ પહેલા, ભારતીય ક્રિકેટર અભિનવ મુકુંદે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. ૨૦૧૭માં મુકુંદે એક પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, કઈ રીતે તેણે દેશમાં રંગભેદનો સામનો કર્યો હતો.

મુકુંદે ટિ્‌વટર કહ્યું હતું કે, હું ૧૦ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છું અને હું ધીરે-ધીરે આગળ વધી રહ્યો છું, જ્યાં પણ હું છું. ટોચના લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી સન્માની વાત છે. તેણે વધુમાં લખ્યું હતું કે, ‘હું આજે સહાનુભૂતિ કે ધ્યાન આકર્ષિત કરવા માટે આ નથી લખી રહ્યો, પરંતુ આ મુદ્દે લોકોની માનસિકતા બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું.

હું ૧૫ વર્ષની ઉંમરથી દેશ-દુનિયામાં મુસાફરી કરી રહ્યો છું. મારી નાની ઉંમરથી જ લોકો માટે મારો રંગ રહસ્ય બની રહ્યો છે.’ મુકુંદના કહેવા મુજબ, ‘જે પણ ક્રિકેટને અનુસરે છે, તે તેને જરૂર સમજશે. હું તડકામાં ઘણી મહેનત કરતો હતો. મને એક વખત પણ એ વાત પર કોઈ પસ્તાવો નથી થયો કે, આ દરમિયાન મારો રંગ અલગ થઈ ગયો અને જેવું પણ છે મને પસંદ છે.

હું ચેન્નઈથી આવું છું, જે કદાચ દેશનો સૌથી ગરમ સ્થાનોમાંથી એક છે અને મને ખુશી-ખુશી મારું મોટાભાગનું જીવન ક્રિકેટના મેદાનમાં વિતાવ્યું છે.

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે પણ મુકુંદનું સમર્થન કર્યું, જેણે રંગભેદના પોતાના અનુભવ વિશે પણ કેટલાક રાજ ખોલ્યા. ડોડા ગણેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ‘મુકુંદની આ કહાનીએ મને મારા ખેલના દિવસોમાં વંશીય ટિપ્પણીઓની યાદ અપાવી દીધી. માત્ર એક ભારતીય લીજેન્ડ એ વાતના સાક્ષી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.