Western Times News

Gujarati News

પાંચ ખેલાડી જેમણે ડેબ્યૂમાં સૌથી વધુ રન બનાવ્યા

નવી દિલ્હી, ટેસ્ટ ક્રિકેટમાં સફળ કારકિર્દી બનાવવી તે સહેલી બાબત નથી. ટેસ્ટ ક્રિકેટમાં સફળ થવા માટે ક્રિકેટર પાસે યોગ્ય ટેકનિક હોવી જાેઈએ. ગુરુવારથી શરૂ થયેલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચથી શ્રેયસ ઐય્યરે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું છે અને તેણે આ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે.

અહીં એવા ૫ ભારતીય ક્રિકેટરની યાદી આપવામાં આવી છે, જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કર્યું છે. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને શિખર ધવને સૌથી વધુ રન કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મેળવવા માટે શિખર ધવને ખૂબ જ મહેનત કરવી પડી હતી.

ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટીંગ કરવાનો ર્નિણય કર્યો હતો અને પહેલી ઈનિંગમાં ૪૦૮ રન કર્યા હતા. વર્ષ ૨૦૧૩માં મોહાલીમાં રમયેલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવને સદી ફટકારી હતી. શિખર ધવને પહેલી ઈનિંગમાં ૧૭૪ બોલમાં ૩૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૮૭ રન ફટકાર્યા હતા. ભારતે આ ટેસ્ટ મેચ ૬ વિકેટથી જીતી લીધી હતી.

શિખર ધવનને આ ટેસ્ટ મેચ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને સૌથી વધુ રન કરનારના લિસ્ટમાં રોહિત શર્માનું નામ બીજા નંબર પર છે. વર્ષ ૨૦૧૩માં કોલકત્તામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલ ટેસ્ટ મેચથી રોહિત શર્માએ ડેબ્યુ કર્યું હતું. રોહિત શર્માએ ૩૦૧ બોલમાં શાનદાર બેટિંગ કરીને ૧૭૭ રન ફટકાર્યા હતા.

ભારતના હિટમેને ૧૭૭ રન કરવામાં ૨૩ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. રોહિત શર્માએ વર્ષ ૨૦૧૩થી લઈને વર્ષ ૨૦૧૭ સુધીમાં ૨૩ ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટીંગ કરીને ૨૩૪ રન કર્યા હતા. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને સૌથી વધુ રન કરનાર ક્રિકેટરના લિસ્ટમાં પૃથ્વી શૉનું નામ ચોથા નંબર પર છે.

વર્ષ ૨૦૧૮માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલ ટેસ્ટ મેચથી પૃથ્વી શૉએ ડેબ્યૂ કર્યું હતું. પૃથ્વી શૉએ ૧૫૪ બોલમાં ૧૩૪ રન ફટકારી શાનદાર ઈનિંગ રમીને પોતાના ટેસ્ટ કરિઅરની શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝને ૧૮૧ અને ૧૯૬ રનમાં આઉટ કરીને આ મૅચ ૨૭૨ રનથી જીતી લીધી હતી.

ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને સૌથી વધુ રન કરનાર ક્રિકેટરના લિસ્ટમાં સૌરવ ગાંગુલીનું નામ પાંચમાં નંબર પર છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ૧૯૯૬માં લોર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

ઈંગ્લેન્ડે પહેલી ઈંનિગમાં ૩૪૪ રન કર્યા હતા. સૌરવ ગાંગુલીએ ત્રીજા નંબરે બેટીંગની શરૂઆત કરી હતી. આ ટેસ્ટ મેચમાં ગાંગુલીએ ૩૦૧ બોલમાં ૨૦ ચોગ્ગા ફટકારીને ૧૩૧ રન કર્યા હતા. ભારતે બીજી ઈનિંગમાં ૪૨૯ રન કર્યા હતા અને મેચ ડ્રોમાં પરિણમી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.