Western Times News

Gujarati News

બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને પણ ઇન્ફેક્શનનું જોખમ, ૧૫ દેશ સુધી ફેલાયો વાઇરસ

નવીદિલ્હી, જાે તમે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તોપણ તમે વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. ેંજીના ડો.શશાંક હેડાનું કહેવું છે કે ઓમિક્રોને એવા લોકોને પણ સંક્રમિત કર્યા છે, જેઓ વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા હતા. જાેકે તેમની બોડીમાં કોરોના થયા પછી એન્ટિબોડી બની છે, એને આ વાઈરસ કેટલી અસર કરી રહ્યો છે એની માહિતી હાલ પ્રકાશમાં આવી નથી.

CovidRxExchangeના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડો. હેડા કોવિડ સાથે સંકળાયેલા પોલિસી મેકિંગમાં ઘણી સરકારોને સલાહ પણ આપે છે. એમાં ભારતની મહારાષ્ટ્ર સરકાર પણ સામેલ છે.આ ખતરનાક એટલા માટે છે, કારણ કે લગભગ ૫૦ મ્યૂટેશન્સ છે. પહેલા આવેલા વેરિયન્ટ્‌સ, જેવા કે એપ્સિલોન, અલ્ફા, ગામા, ડેલ્ટામાં આટલા મ્યૂટેશન્સ મળ્યા નહોતો. આ પૈકીના કોઈમાં પણ આટલા ઝડપથી મ્યૂટેશન બની રહ્યા નહોતા.

સ્પાઈક પ્રોટીન(કોરોના વાઈરસની જે લાઈન બહારની તરફ નીકળે છે એ સ્પાઈક પ્રોટીન છે)માં જ ૩૦ મ્યૂટેશન હોય છે અને હ્યુમન એસીઈ રિસેપ્ટમાં એનાં દસ મ્યૂટેશન હોય છે, જે ઈમ્યુનિટીને નબળી બનાવે છે.

આ વાઈકસ ઝડપથી સંક્રમણ ફેલાવી શકે છે. એ ગંભીર બીમારી પણ સર્જી શકે છે.વેક્સિનના બંને ડોઝ લેનારને પણ આ વાઈરસ સંક્રમિત કરી ચૂક્યો છે. વેક્સિન એનાથી બચાવવામાં પણ કારગર છે. આ કારણે જેમણે એક ડોઝ લીધો છે તેમણે તાત્કાલિક બીજાે ડોઝ લગાવવો જાેઈએ, જેથી તે વધુ સરક્ષિત બની શકે.

હજી સુધી આ અંગે કોઈ પણ ડેટા આવ્યો નથી, જાેકે આ ખૂબ જ ઓછા સમયમાં ૧૫ દેશમાં ફેલાઈ ચૂક્યો છે. આપણે વધુ ગભરાવાની જરૂર નથી. એવું પણ નથી કે તે જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે તે અસિમ્પ્ટોમેટિક અને વેક્સિન લગાવી ચૂકેલા દર્દીઓને પણ થાય છે.

આ કારણે આપણે કોવિડ એપ્રોપિયેટ બિહેવિયરને ફોલો કરવું જાેઈએ.સ્મોકિંગ અને આલ્કોહોલનો કોઈ સીધો સંબંધ વાઈરસ ઈન્ફેક્શન સાથે નથી. સ્મોકિંગ કરવાથી ફેફસાંને નુકસાન પહોંચે છે, જેનાથી રિસ્ક ફેક્ટર વધે છે. એવામાં સ્મોકિંગથી બચવું જાેઈએ.

તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે એમાં થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં ખારાશ અને ખાંસી થાય છે. પ્રારંભિક નિરીક્ષણમાં એ જાેવા મળ્યું છે કે એમાં સૂંધવાની ક્ષમતા ઓછી થતી નથી, જ્યારે પ્રથમ વેરિયન્ટમાં સૂંધવાની ક્ષમતા ઘટી જાય છે. એક નિરીક્ષણમાં એ પણ જાેવા મળ્યું છે કે આ વેરિયન્ટથી સંક્રમિત થયા પછી સામાન્ય બીમારી જાેવા મળે છે.

જાેકે આ પ્રકારનાં લક્ષણો હાલ ખૂબ જ ઓછા દર્દીઓમાં જાેવા મળ્યા છે. કેટલા દર્દીઓમાં આ લક્ષણો જાેવા મળ્યાં એનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.હાલ આ અંગે કંઈપણ કહેવું એ ખૂબ જ ઉતાવળ ગણાશે. હું તો એ વાત કહેવા માગું છું કે તમે ત્રીજી લહેર આવશે, એવું શા માટે વિચારી રહ્યા છો. તમે કોવિડ નોર્મ્સને ફોલો કરો, વેક્સિનના બંને ડોઝ લગાવો, સરકારો પોલીસ લેવલ પર કામ કરે, જેવા કે ટ્રાવેલ રિસ્ટ્રિક્શન, ક્વોરન્ટીન, ફ્રિક્વેન્ટ ટેસ્ટિંગ, ટ્રેસિંગ, જીનોમ એનાલિસિસ તો ત્રીજી લહેર આવશે નહિ, દરેકે માત્ર અલર્ટ થવાની જરૂરિયાત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.