Western Times News

Gujarati News

ખેલાડી મોહમ્મદ કૈફનો આજે ૪૧મો જન્મદિવસ

નવી દિલ્હી, મોહમ્મદ કૈફનું નામ આવતાની સાથે જ ભારતીય ક્રિકેટ પ્રેમીઓની પહેલી યાદ આવે છે તે છે લોર્ડ્‌સ ગ્રાઉન્ડ. જ્યાં સચિન તેંડુલકરને આઉટ કર્યા પછી ચાહકોને લાગ્યું કે નેટવેસ્ટ સિરીઝની ફાઈનલ ટીમ ઈન્ડિયા હારી ગઈ.

પરંતુ વર્ષ ૨૦૦૨ના એ દિવસે એક ચમત્કાર થયો અને આ ચમત્કાર મોહમ્મદ કૈફે કર્યો. કૈફના આ ચમત્કારે સૌરવ ગાંગુલીને લોર્ડ્‌સ બાલ્કનીમાં પોતાનો શર્ટ ઉતારવાની ફરજ પાડી હતી. આજે એટલે કે ૧ ડિસેમ્બરે મોહમ્મદ કૈફ પોતાનો ૪૧મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ)માં જન્મેલા કૈફે મેવા લાલ અયોધ્યા પ્રસાદ ઈન્ટરમીડિયેટ કોલેજ, સોરાઉનમાંથી ૧૨મા સુધીનો અભ્યાસ કર્યો હતો. આ પછી તે ક્રિકેટની દુનિયામાં સ્થાયી થયો. બાળપણથી જ તેમનું મન ક્રિકેટમાં સ્થિર થઈ ગયું હતું અને તેઓ પ્રયાગરાજથી કાનપુર આવ્યો હતા. અહીં તે ગ્રીન પાર્ક સ્ટેડિયમની હોસ્ટેલમાં રહેવા લાગ્યો.

અહીંથી તેની સફર ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચી. ઇંગ્લેન્ડ સામે ૨૦૦૨માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં રમાયેલી તેની ઇનિંગ્સને ભારતીય ક્રિકેટની સૌથી યાદગાર ઇનિંગ્સમાં ગણવામાં આવે છે. લોર્ડ્‌સમાં રમાયેલી આ મેચમાં કૈફે અણનમ ૮૭ રનની ઇનિંગ રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.

નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલ મેચમાં ૩૨૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કૈફે યુવરાજ સિંહ સાથે ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી અને છઠ્ઠી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી. આ જીત બાદ કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્‌સની બાલ્કનીમાં શર્ટ ઉતારીને ઉજવણી કરી હતી.

વર્ષ ૨૦૦૨ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોલમ્બોમાં ઝિમ્બાબવે સામે કૈફે વધુ એક યાદગાર ઈનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતની ૮૭- રનમાં ૫ વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ કૈફ બેટિંગમાં આવ્યો હતો અને તેણે સદી મારી હતી.

૧૧૨ બોલમાં કૈફ ૧૧૧ રને અણનમ રહ્યો હતો. આ મેચમાં તેણે ૮ ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. વર્ષ ૨૦૦૩માં ભારત-સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ટીવીએસ કપ રમાયો હતો. આ કપમાં બીજી મેચ ભારત અને સાઉથ આફ્રિકા સામે હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૦૭ રનનો ટાર્ગેટ બનાવ્યો હતો. કૈફ યુવરાજ પહેલાં ઉતારવામાં આવ્યો હતો.

કૈફે ગાંગુલી સાથે મળી અને ૧૭૫ રનની ઈનિંગ રમી હતી. ૧૦૫ બોલમાં કૈફ ૯૫ રને નોટઆઉટ રહ્‌ોય હતો. આ મેચમાં તેણે ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા માર્યા હતા. વર્ષ ૨૦૦૫માં ઝિમ્બાબવેમાં ભારત-ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબવેની ટ્રાઇ સીરિઝ રમાઈ હતી.

આ રિઝમાંમાં ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં ભારતને ૨૭૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં કૈફને વનડાઉનમાં ઉતારવામાં આવ્યો હતો. કૈફે મેચમાં વનડાઉનથી છેક સુધી નોટઆઉટ રહીને ૧૦૨ રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં ૧૧ ફોર અને મારી અને તેણે ૧૧૧ રન બનાવ્યા હતા. ભારત આ મેચમાં ૬ વિકેટે જીત્યું હતું. મોહમ્મદ કૈફે તેના કરિયરમાં ૧૨ ટેસ્ટ મેચ રમી હતી.

આ ટેસ્ટમાં તેની વેસ્ટઇન્ડિઝની ટેસ્ટ યાદગાર છે. વર્ષ ૨૦૦૬માં ૧૦-૧૪ જુનમાં રમાયેલી આ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૦૬ રનમાં ૪ વિકેટ પડી હતી ત્યારે રાહુલ દ્રવિડ સાથે કૈફ મેદાનમાં આવ્યો હતો. આ મેચમાં કૈફે પ્રથમ અને એક માત્ર ટેસ્ટ સેન્ચ્યૂરી મારી હતી. કૈફે આ મેચમાં ૨૪૩ બોલમાં ૧૪૮ રન બનાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.