Western Times News

Gujarati News

વિશ્વનો પહેલો આઇસ સ્કેટિંગ કરતો શ્વાન બેની

નવી દિલ્હી, થોડા મહિના પહેલા સુધી લેબ્રાડોર ડોગ બેનીને કોઈ જાણતું ન હતું. તે શેરીઓમાં ફરતો હતો અને એકદમ બીમાર હતો. તેને ડોગ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યારે એક મહિલા તેનુ નસીબ બનીને આવી અને ડોગને દત્તક લીધો ત્યારે તે મરી જવાની તૈયારીમાં હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જ ડોગ આજે વિશ્વનો પહેલો આઇસ સ્કેટિંગ ડોગ બનીને પોતાનું નામ બનાવી રહ્યો છે. જે મહિલાએ તેને દત્તક લીધી હતી તે પોતે નિવૃત્ત પ્રોફેશનલ ફિગર સ્કેટર હતી. તેવામાં તેઓને બરફમાં જવાનું પસંદ છે.

તે ઘણીવાર તેના ડોગને પણ તેમની સાથે લઈ જતા હતા. જ્યારે તેમણે તેમના પેટ ડોગ બેનીનો બરફ સાથેનો લગાવ જાેયો, ત્યારે તેમને તેના માટે સ્કેટ્‌સ બનાવવાનો વિચાર આવ્યો. જ્યારે માલકિનનો સાથ અને બેનીનો શોખ સાથે મળી ગયા ત્યારે તેમણે વિશ્વનો પ્રથમ સ્કેટિંગ ડોગ બનવાની સિદ્ધિ હાંસલ કરી લીધી.

ડોગની માલકિન શેરિલ કહે છે કે તેણે ૮ વર્ષના બેનીને ઉટાહના ડોગ શેલ્ટરમાંથી બચાવ્યો હતો. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી શેરિલ કહે છે કે તેણે બેનીની કાળી આંખોમાં ઘણો પ્રેમ જાેયો હતો અને તેને તેની સાથે લાવી હતી.

તેને ૬ મહિનાથી કોઈએ દત્તક લીધો ન હતો, તેથી બીજા દિવસે તેને મુક્ત કરવામાં આવવાનો હતો. શેરિલને તેની આઇસ સ્કેટિંગ પ્રતિભા વિશે જાણ થઈ હતી જ્યારે તે નેશનલ હોકી લીગ ટીમ માટે વીડિયો બનાવી રહી હતી.

તેણે જાેયું કે બેની બરફમાં ખૂબ મજા કરી રહ્યો હતો અને હોકીની લાકડી મોઢામાં દબાવીને દોડતો હતો. શેરિલને આ જાેયા પછી જ બેની સ્કેટિંગ શીખવવાનું શરૂ કર્યું.

તેના માટે ડોગના સ્કેટ્‌સ ખાસ બનાવવામાં આવ્યા હતા અને તે ખૂબ સરળતાથી સ્કેટ કરવાનું શીખી ગયો હતો. શેરિલ સમજાવે છે કે તેને હવે સ્કેટિંગ ગમે છે. તે ઘણી ઇવેન્ટ્‌સમાં સ્કેટિંગ કરવા જાય છે અને હવે એકદમ વ્યસ્ત છે.

બેનીનું પોતાનું ટિકટોક એકાઉન્ટ પણ છે, જેને લાખો લોકો જુએ છે. બેની બાકીના ડોગ કરતા ઘણો હોશિયાર છે અને હંમેશાં તેની માલકિન સાથે રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.