Western Times News

Gujarati News

ગાંજાની દાણચોરીમાં એમેઝોનને આરોપી બનાવનારા SPની બદલી

ભિંડ, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ ગાંજાના વેચાણ મામલે એમેઝોનને આરોપી બનાવનારા મધ્યપ્રદેશ સ્થિત ભિંડના એસપી મનોજ કુમાર સિંહની અચાનક ટ્રાન્સફરની નિંદા કરી છે. CAITનો આરોપ છે કે સરકાર એમેઝોનના દબાણમાં કામ કરી રહી છે.

હવે જિલ્લાની કમાન શૈલેન્દ્ર સિંહ ચૌહાણને સોંપવામાં આવી છે. CAITએ ટ્રાન્સફર પર કહ્યું છે કે એક વર્ષ પહેલા જ સિંહે ભિંડના SPનો ચાર્જ સંભાળ્યો હતો, તેથી તેને રૂટિન ટ્રાન્સફર કહી શકાય નહીં.

CAITએ એમપી સરકાર પર એમેઝોનના દબાણનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે દબાણના કારણે અધિકારીની અચાનક બદલી કરવામાં આવી છે. CAITએ કહ્યું ડ્રગ બસ્ટ પાછળ અધિકારી મનોજ સિંહ હતા. તેઓ આ કેસને ખૂબ જ પ્રમાણિકતાથી સંભાળી રહ્યા હતા. તપાસની વચ્ચે જ તેમને PHQ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે તપાસના આવા નિર્ણાયક સમયે પોલીસ અધિકારીની બદલી ખૂબ જ આશ્ચર્યજનક છે. આના પરથી લાગી રહ્યું છે કે અધિકારી અને તેમની ટીમ કોઈ મોટી કાર્યવાહી કરવાની હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રાન્સફર દર્શાવે છે કે વિદેશી દિગ્ગજાેના દબાણમાં આપણી સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે.

CAITએ કહ્યું એવું લાગે છે કે આ સિસ્ટમ વિદેશી કંપનીઓના હાથમાં કેદ છે. MP અને દેશના વેપારીઓ તેને હળવાશથી નહીં લે અને ટૂંક સમયમાં CAIT MP સરકારના આ ર્નિણય સામે આંદોલનની જાહેરાત કરશે.

જણાવી દઈએ કે, બુધવારે મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે ૧૩ અધિકારીઓની બદલી કરી છે. જાે કે, સૌથી વધુ ચર્ચા ભિંડના એસપીની બદલીની થઈ રહી છે. તાજેતરમાં તેમણે એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન દ્વારા ગાંજા વેચવાનો મામલો સામે આવ્યો હતો.

અગ્રણી ઇ-કોમર્સ સાઇટ પર પ્રતિબંધિત પદાર્થ વેચવાને લઈને ભારે હોબાળો થયો હતો. આ કેસમાં પોલીસે એમેઝોન ઈન્ડિયા અને તેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને પણ આરોપી બનાવ્યા હતા. પોલીસે મોકલેલા સવાલોના જવાબમાં એમેઝોન દ્વારા જાણવા મળ્યું છે કે આરોપીઓએ ગાંજાની દાણચોરી કરવા માટે એક નહીં પરંતુ વધુ ૬ નકલી કંપનીઓ બનાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.