Western Times News

Gujarati News

સુરતમાં ‘પપીયા’ની હત્યા કેસના આરોપી ભાવસિંહ ગેંગનો મોહન અને કાલું ઝડપાયા

સુરત, સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી ગયો છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે સતત સુરતમાં કરતા હોય છે ત્યારે વધુ એક હત્યા કરાયેલી લાશ પાંડેસરા વિસ્તારનાં પ્રેમનગર ખાડીમાંથી મળી આવતા પોલીસ દોડતી થઇ હતી.

મરનાર યુવક સુરતનાં ઉધના વિસ્તારમાં રહેતો સચિન પાટીલ હોવાનું સામે આવ્યું હતું મરનાર સચિન પાટીલ છેલ્લા કેટલાક સમયથી ઉધના વિસ્તારમાં રહેતો અને સૂર્ય મરાઠીની હત્યા કેસમાં સંડોવાયેલા રાહુલ એપાર્ટમેન્ટ ગેગમાં સાથે ફરતો હતો.

રાહુલ દ્વારા થોડા સમય પહેલા આ વિસ્તારમાં રહેતા ચીકલીગરની ભાવસિંગ ગેંગના એક સભ્યની રાહુલ દ્વારા હત્યા કરવામાં આવી હતી આથી આ ભાવસિંગ ગેંગ દ્વારા રાહુલ ગેંગ સાથે પપીયો ઉર્ફે સચિન પાટીલનું સાઈબાબા મંદિર પાસેથી રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને અજાણી જગ્યા પર લઈ જઈ પહેલા લાકડીના ફટકા વડે ઢોર માર મારી તેની હત્યા કરવામાં આવી હતી બાદ લાશને ઉધનાનાની પ્રેમનગર ખાડીમાં ફેંકી દીધી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.

આ વિગત અને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી હતી જાેકે મોડી રાત્રે ભાવસિંગ ગેગનાં બે મોહનસીંઘ અને કાલુસીંઘને પકડી પાડયા છે.

જ્યારે ઉધના વિસ્તારમાં લોકો પર ઘાતક હુમલા કરવા સાથે હત્યાની અને ઘટનાઓને અંજામ આપી ચૂકયા છે ત્યારે પોલીસ હવે રાહુલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો આ વિસ્તારમાં ફરી એકવાર ગેંગવોર ફાટી નિકળે તેવી દહેશતને લઇને લોકોમાં ગભરાટ ફેલાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.