Western Times News

Gujarati News

બોપલના રહીશની સરખેજના ઓકાફ ગામની જમીનમાં ગેરકાયદેસર કબજાે કરી ગોડાઉન બનાવ્યા

સરખેજના ઓકાફ ગામની જમીનમાં ગેરકાયદે કબજાે જમાવી ગોડાઉન બનાવીને વેચી માર્યા!!

(એજન્સી)અમદાવાદ, બોપલમાં રહેતા અને પ્રોફેસરની સરખેજ વિસ્તારના આકાફ ગામ પાસે આવેલી જમીન જે અશાંતધારા હેઠળના વિસ્તારમાં આવે છે એ જમીન પર શિતલ આઈક્રિમના માલિક અહેમદ પટેલે ગેરકાયદે કબજાે કરીને શિતલ એસ્ટેટના ગોડાઉન બનાવી દીધા હતા.

ત્યારબાદ તેમણે કેટલાંક ગોડાઉનો તો ભાડે પણ આપી દીધા હતા અને કેટલાંક વેચી માર્યા હતા. આ મામલે કલકટરને ફરીયાદ કરતા તેમણે અહેમદ પટેલ સામે પરવાનગી વિના જમીનમાં ગેરકાયદેે ભાડા અને અન્ય કરાર કરતા અશાંતધારા હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે પ્રફેસરે અહેમદ પટેલ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જાે કે અમદાવાદમાં સૌ પ્રથમ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ પણ શિતલ આઈસ્ક્રીમના માલિક અહેમદ પટેલ સામે જ નોંધાવા પામી છે. સરખેજ પીઆઈએ જણાવ્યુ હતુ કે કલેકટર દ્વારા અશાંત ધારા મુજબ ફરીયાદનો હુકમ કરાતા શિતલ આઈસ્ક્રીમના માલિક સામે ગુનો નોંધીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોપલમાં નારાયણ પાર્ક-ર માં રહેતા પ્રણવ શેેઠ ધંધો તેમજ કોલેજમાં વિઝીટીંગ ફેકલ્ટી છે. પ્રણવ શેઠની સરખેજના ઓકાફ ગામની ૮૦૩૦ ચો.મી. જમીનમાં અહેમદ અલ્લારખા પટેલે ગેરકાયદેસર કબજાે કરી જમીન રહેણાંકના ઝોન-૧માં આવતી હતી.

આમ, છતાં અહેમદે ગેરકાયદેે જમીન પર બાંધકામ કરી શિતલ એસ્ટેટના નામેે ગોડાઉન દુકાનો બનાવી વેચાણ તથા ભાડેથી આપી આર્થિક લાભ મેળવ્યો છે. જમીનના આગળના ભાગે મસ્જીદ બનાવી ગેરકાયદેસર માલિકીની કિંમતની જમીન પચાવી પાડી હતી. આ જમીન અશાંતધારા હઠળના વિસ્તારમાં આવતી હોવાથી કલેક્ટરનેી મંજુરી લેવાની હોય છે. છતાં તેઓએે કોઈ પરવાનગી ન લેતા પ્રણવ શેઠે આ મામલે કલેકટરમાં ફરીયાદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.