Western Times News

Gujarati News

બગીચાઓનાં મેન્ટેનન્સ માટે ‘અમૂલ’ એ ફરીથી મેદાન માર્યું

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના બગીચાઓની સારસંભાળમાં ‘અમૂલ’ સામે વારંવાર ગંભીર આક્ષેપો ઉઠતા રહ્યા છે. ખુદ ભાજપના શાસકોએ અમૂલને તેના પાર્લર ચલાવવામાં જ વધુ રસ હોઈ બગીચાઓની યોગ્ય રીતે માવજત કરાતી નથી તેવી અનેકવાર ફરિયાદો કરી છે તેમ છતાં વધુ પાંચ વર્ષ માટે બગીચાનો કોન્ટ્રાક્ટ હાંસલ કરવામાં ફરી એક વખત અમૂલે મેદાન માર્યું છે.

તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટમાં ત્રણ કંપનીએ રસ દાખવ્યો હતો. મ્યુનિ. સત્તાધીશોએ કુલ રપ૬ બગીચાનું પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ધોરણે જાળવણી માટે એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવતા અમૂલે ર૦૦ બગીચાનો કોન્ટ્રેકટ લેવામાં ઈચ્છા દર્શાવી હતી. ત્યારબાદ પ્યોર ફૂડસ પ્રા. લિ.એ કુલ પાંચ બગીચા અને શીતલ ફૂલ પ્રોડકટસે કુલ પ૧ બગીચાને પીપીપી ધોરણે ચલાવવા તંત્ર સમક્ષ સંમતિ આપી હતી.

બાગ-બગીચા વિભાગ દ્વારા આને લગતી દરખાસ્ત તૈયાર કરીને રિકીએશન કમિટીના એજન્ડામાં શાસકોની મંજુરી માટે મુકી છે. આ દરખાસ્તને શાસક પક્ષ મંજુરી આપે તેવી પુરેપુરી શક્યતા છે. જાેકે છેલ્લે અમુલ હસ્ત શહેરના ર૩ર બગીચા હતા, જેમાં આ વખતે ૩ર બગીચાનો ઘટાડો થયો છે, જયારે બે નવી કંપની આ ક્ષેત્રમાં આવી છે.

આ ઉપરાંત રિક્રિએશન કમિટીમાં જાેધપુરના પ્રહ્લાદનગર ગાર્ડનનો એમ્યુઝમેન્ટ પાર્ક કોરોનાા પ્રથમ લોકડાઉનમાં રર૪ દિવસ અને બીજા લોકડાઉનમાં ૧૦૩ દિવસ મળી કુલ ૩ર૭ દિવસ બંધ રહ્યો હોઈ તેના કોન્ટ્રાકટની સમયમર્યાદા વધારવા તેમજ ટિકિટના દરમાં વધારો કરવાની દરખાસ્ત પણ તંત્ર દ્વારા મુકાઈ છે

તેમજ નિકોલના શહીદ વીર રામાણી ગાર્ડનના એમ્યુઝમેન્ટ પાર્કને લગતી પણ આ જ પ્રકારની દરખાસ્ત તંત્રે મુકી છે. જાેકે આ બંને દરખાસ્ત વિવાદાગ્રસ્ત હોવા છતાં શાસક પક્ષ તરફથી તેને લીલીઝંડી અપાશે તેમ ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.