Western Times News

Gujarati News

લોપ્રેસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો

(પ્રતિનિધિ) ગાંધીનગર,  રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદ ગઈકાલે વહેલી સવારે થયો હતો હવામાન વિભાગની મોટી આગાહી મુજબ ફરી એકવાર રાજયભરમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

જેમાં ગાંધીનગરમાં પણ ભરશિયાળે ચોમાસાનો માહોલ બની ગયો છે ત્યારે ભારે પવન અને વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વઘ્યો છે વરસાદી માહોલને માવઠું થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હાલ ખેડૂતોને પાકની સીઝન ચાલી રહી છે ત્યારે વરસાદી ઝાપટાથી નુકસાનનો ભય સતાવી રહ્યો છે કમોસમી વરસાદના કારણે શાકભાજી તથા ઊભા પાકને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઇ છે.

બીજી બાજુ લગ્નસરાની સિઝન દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે કમોસમી વરસાદ થવાથી લોકો ઉચાટ મા મુકાયા છે લગ્નની સિઝન પણ પૂરજાેશમાં ચાલે છે જેથી લોકો ભારે ચિંતામાં મુકાયા છે વાદળછાયુ વાતાવરણ સર્જાયું હોય ત્યારે વાયરલ બીમારીઓ નો પ્રમાણ વધશે તેવું વર્તાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો, પશુપાલકો અને રાજ્યના પ્રજાજનો ચિંતાતુર જાેવા મળી રહયા છે કપાસ અને મગફળીના પાક વાવતા ખેડૂતોમાં ચિંતા વધી છે આગાહી મુજબ બે દિવસ સુધી વાતાવરણ વરસાદી માહોલ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.