Western Times News

Gujarati News

આઇટીડીસીના ચેરમેન તરીકે સંબિત પાત્રાની નિમણૂંક, કનૈયા કુમારે કટાક્ષ કર્યો

નવીદિલ્હી, ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાને ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા છે.જેના પર કોંગ્રેસના નેતા કનૈયા કુમારે કહ્યુ હતુ કે, સંબિત પાત્રામાં એવો તો કયો કોહિનૂર હીરો સરકારને દેખાયો છે કે તેમને ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવી દેવાયા છે.

ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કનૈયા કુમારે કહ્યુ હતુ કે, પાત્રાનુ કામ સ્ટુડિયોમાં જઈને પાર્ટીનો પક્ષ રજૂ કરવાનુ છે , તેઓ ડોકટર છે કે કોહીનૂર છે કે તેમને આ હોદ્દો આપવામાં આવ્યો છે.

જેના પર હવે સંબિત પાત્રાએ કહ્યુ છે કે, ભણેલા ગણેલા લોકોએ પોતાનો પરિચય પોતાના વર્તનથી આપવો જાેઈએ.આ પહેલા ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે શંકરસિંહ વાઘેલાની પણ નિમણૂંક થયેલી હતી.જ્યાં સુધી યોગ્યતાની વાત છે ત્યાં સુધી મેં એમબીબીએસ, એમએસની ડિગ્રી મેળવી છે.૨૦૦૦ની યુપીએસસી પરીક્ષામાં મેં ૧૯મો ક્રમ મેળવ્યો હતો.હું એવા લોકોમાંથી નથી જે સરકારના પૈસા ૫૦ વર્ષ સુધી થિસિસ લખ્યા કરે છે.

પાત્રાએ કહ્યુ હતુ કે, બંધારણમાં રાષ્ટ્રવાદ શબ્દનો ઉલ્લખ નથી તો શું દેશમાં ભારત તેરે ટુકડે હોંગે…ના નારા પોકારાશે..શું નોર્થ ઈસ્ટના ટુકડા કરવાની વાત કરનારા જેલમાં નહીં જાય…શરજીલ ઈમામ દેશ તોડવાની વાત કરશે તો જેલમાં જશે જ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.