Western Times News

Gujarati News

અરવલ્લી ટ્રાફિક પોલીસ વાહનચાલકોની પડખે : મોડાસા-ધનસુરા રોડ પર પડેલા વૃક્ષો હટાવી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો 

મોડાસા, પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે. અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી  પોલીસ પ્રજાની મિત્ર તરીકેની જવાબદારી સંભાળી રહી છે

ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે માનવતા દાખવી ધોધમાર વરસાદ અને ભારે પવનથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા ૧૦ થી વધુ ઝાડ પડી જતા ટ્રાફિક જામ સર્જાતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી રોડ પરથી ઝાડ હટાવવાની પુરજોશમાં કામગીરી હાથધરી ઝાડ હટાવી લઈ ટ્રાફિક પૂર્વરત કર્યો હતો

અરવલ્લી જીલ્લા હાઈવે ટ્રાફિક પીએસઆઈ જાડેજા અને તેમની ટીમે મોડાસા-ધનસુરા હાઇવે રોડ ઉપર, રહીયોલ ફાટક પાસે ભારે વરસાદ અને પવનના કારણે ૮ થી ૧૦ વૃક્ષો રોડ ઉપર પડી જતા ટ્રાફીક જામ અને વાહનચાકો,મુસાફરોને પરેશાની થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હતી અને ભારે વરસાદ ચાલુ હોવાથી કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે તેમ હોવાથી  સ્થળ ઉપર પહોંચી જઈ વૃક્ષોને રોડ ઉપરથી હટાવી,કોઈ અકસ્માતનો બનાવ ન બને તે રીતે ટ્રાફીક નિયમન કરાવી ટ્રાફીક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો ટ્રાફિક પોલીસની માનવતા ભરી કામગીરી જોઈ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ પોલીસની  કામગીરીની સરાહના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.