Western Times News

Gujarati News

આગ્રામાં સંતાનોએ પિતાને હડધૂત કર્યા, પિતાએ સંપત્તિ સરકારને આપી દીધી

પાંચ સંતાનોના વર્તનથી નારાજ પિતાએ કરોડોની સંપત્તિ સરકારને દાનમાં આપી

(એજન્સી) આગ્રા ઉત્તર પ્રદેશના આગ્રાની એક ૯૦ વર્ષીય વૃધ્ધ પિતા પોતાના સંતાનોના વ્યવહાર અને વર્તનથી એટલા બધા નારાજ થઈગયા હતા કે તેમણે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિને સરકારને દાન કરી દીધી હતી. ગણેશ શંકર પાંડે નામના વૃધ્ધના બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.

જાે કે પાંચમાંથી એક પણ સંતાન તેમના આ વૃધ્ધ પિતાની સાથે વાતચીત કરતા નથી કે ન તો તેમનેી કોઈ ખબરઅંતર પૂછે છેત્ત ગણેશ શંકર હાલ પોતાના અન્ય ત્રણ ભાઈઓની સાથે આગ્રાના પીપલમંડી વિસ્તારમાં રહે છે. પાંચ સંતાનોન હોવા છતાં કોઈ તેમને રાખતુ નથી.

ગણેશ શંકર મીડીયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે મારા સંતાનો મારી સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરતા નથી. અને જયારે પણ વાત કરે ત્યારે અત્યંત ખરાબ વર્તનથી જ વાત કરે છે. ગણેશ શંકરે કહ્યુ કે હં માનસિક રીતે બુહ જ પરેશાન રહ્યો. મે મારી વસિયત ડીએમના નામે કરી દીધી. પણ તેઓએ હજુ તેનો સ્વીકાર કરતા નથી.

જાે કે હવે મેજીસ્ટ્રેટ દ્વારા અંતે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પોતાની વસિયતમાં ગણેશ શંકરે લખ્યુ છે કે હું કોઈપણ પ્રકારના દબાણ વગર જ આ સંપત્તિને દાન કરી રહ્યો છુૃ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.