Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૩૯ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૩૯ નવા કેસ નોંધાયા છે અને ૧૯૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.

૯૫૨૫ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૩૭૩૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૧૮૦ કેસ નોંધાયા છે અને ૧૩૪ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ૬૮૨૨ નવા કેસ નોંધાયા હતા અને ૨૨૦ સંક્રમિતોના મોત થયા હતા.

સોમવારે ૮૩૦૬ નવા કેસ નોંધાયા હતા અને ૨૨૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૨૯, ૫૪, ૧૯,૯૭૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૩,૬૨,૦૦૦ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૧૩,૧૩૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૧માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.