Western Times News

Gujarati News

સરભાણ ગામે ૧૯ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

(પ્રતિનિધ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે ગત રોજ બપોરના સમયે મજૂર કોલોનીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગરમ સાલનો ગાળ્યો બનાવી ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી નાંખી હતી.આમોદ પોલીસને શંકાસ્પદ મોત લાગતાંઅકસ્માત ગુનો નોંધી એફ.એસ.એલની પણ મદદ લીધા બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના સરભાણ ગામે નાના નાની સાથે રહેતા નરેશ ઉર્ફે રાહુલ રઈજી રાઠોડ ઉ.વ.૧૯ ઘરે કોઈ નહોતું ત્યારે ઘરમાં ખાટલાનો ટેકો લઈ ગરમ સાલનો ગાળ્યો બનાવી ઘરના લાકડાં ઉપર લટકી જઈ પોતાની જીવન દોરી ટૂંકાવી દીધી હતી.

યુવાને ફાંસો ખાઈ મોત વ્હાલું કરતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા હતા.જેથી આમોદ પોલીસે તુરંત સ્થળ ઉપર પહોંચી હતી.તેમજ નવ યુવાનના મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ ની પણ મદદ માંગી હતી.જે બાબતે એફ.એસ.એલ પણ સ્થળ ઉપર આવી યુવાનના ડી.એન.એ.સેમ્પલ તથા વિશેરા બંને એફ.એસ.એલ.ખાતે લઈ ગઈ હતી.પોલીસે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવારજનોને લાશનો કબ્જાે આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનની માતા અગાઉ મૃત્યુ પામી હતી તેમજ તેના પિતાએ બીજા લગ્ન કરી લેતાં વડોદરા ખાતે રહે છે.જેથી નરેશ ઉર્ફે રાહુલ રાઠોડ તેમના નાના નાની સાથે જ સરભાણ ગામે રહેતો હતો.અને મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.યુવાને કયા કારણોસર ફાંસો ખાધો તે હજી જાણી શકાયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.