Western Times News

Gujarati News

ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા)નો IPO 14 ડિસેમ્બર, 2021ના રોજ ખૂલશે

Mega flex Plastics IPO

પ્રત્યેકી RS. 2 (“ઇક્વિટી શેર”)નું ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ RS. 555- RS. 585ની પ્રાઇસ બેન્ડ.

અમદાવાદ, સ્વદેશી રીતે વિકસિત સંરક્ષણ ઉત્પાદનોના ઉદ્યોગને પહોંચી વળતી વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ સમાધાન પ્રદાતા ડેટા પેટર્ન (ઇન્ડિયા) લિમિટેડે મંગળવાર, 14 ડિસેમ્બર, 2021ના રોજ ઇક્વિટી શેરો (“ઓફર’‘) ની તેની ઇનિશિયલ પબ્લિક ઓફર સંબંધમાં બિડ / ઓફરનો સમયગાળો ખોલવાનો પ્રસ્તાવ ધરાવે છે.

બિડ/ ઓફરનો સમયગાળો ગુરુવાર, 16 ડિસેમ્બર, 2021ના રોજ બંધ થશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ RS. 555- RS. 585 નક્કી કરવામાં આવી છે.

પબ્લિક ઇશ્યુમાં RS. 240 કરોડના નવા ઇશ્યુ અને વિક્રેતા શેરહોલ્ડરો દ્વારા 59,52,550 ઇક્વિટી શેરોના વેચાણ માટે ઓફરનો સમાવેશ થાય છે. ઓએફએસમાં શ્રીનિવાસગોપાલન રંગરાજન દ્વારા 19,67,013 સુધી ઇક્વિટી શેરોના, રેખા મૂર્તિ રંગરાજન દ્વારા 19,67,012 સુધી ઇક્વિટી શેરોના, સુધીર નાથન દ્વારા 75,000 સુધી ઇક્વિટી શેરોના, જી. કે. વસુંધરા દ્વારા 4,14,775 સુધી ઇક્વિટી શેરોના અને મોજૂદ શેરધારકો દ્વારા 15,28,750 સુધી ઇક્વિટી શેરોના વેચાણનો સમાવેશ થાય છે.

ફ્લોરિન્ટ્રીનો ટેકો ધરાવતી આ ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ RS. 60 કરોડ સુધી એકત્રિત 10,39,861 ઇક્વિટી શેરોનું પૂર્વ-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધર્યું છે. કંપની નવા ઇશ્યુમાંથી કંપની દ્વારા ઉપલબ્ધ અમુક બાકી ઋણની પૂર્વચુકવણી /પુનઃચુકવણી કરવા માટે RS. 60.80 કરોડ,

તેની કાર્યશીલ મૂડીની આવશ્યકતાઓ માટે ભંડોળ પૂરું પાડવા RS. 95.19 કરોડ, ચેન્નાઈ ખાતે તેનાં મોજૂદ એકમોના અપગ્રેડેશન અને વિસ્તરણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે RS. 59.84 કરોડ સુધી ચોખ્ખી પ્રાપ્તિઓનો ઉપયોગ કરવા માટે છે.

ડેટા પેટર્ન્સ નાણાકીય વર્ષ 2020 અને 2021 વચ્ચે આશરે 164 ટકાની ચોખ્ખી નફાકારક વૃદ્ધિ ધરાવે છે અને ભારતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી કંપનીમાંથી એક છે. તેની મુખ્ય કાર્યક્ષમતાઓમાં ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ડિઝાઇન અને વિકાસ, સોફ્ટવેર ડિઝાઇન અને વિકાસ, ફર્મવેર ડિઝાઇન અને વિકાસ, યાંત્રિક ડિઝાઇન અને વિકાસ, પ્રોડક્ટ પ્રોટોટાઇપ ડિઝાઇન અને વિકાસ, ઉત્પાદન, કાર્યશીલ પરીક્ષણ અને વેલિડેશન, પર્યાવરણ પરીક્ષણ અને વેરિફિકેશન અને આફ્ટર સેલ્સ સપોર્ટ એન્જિનિયરિંગ સેવાઓનો સમાવેશ થાય છે.

કંપનીએ ઓફરની બીઆરએલએમ સાથે સલાહમસલત કરીને સેબી આઈસીડીઆર નિયમન અનુસાર એન્કર રોકાણકારો દ્વારા સહભાગને ધ્યાનમાં લીધો છે, જેમનો સહભાગ બિડ /ઓફર ખૂલવાની તારીખ, એટલે કે, સોમવાર, 13 ડિસેમ્બર, 2021 પૂર્વેનો એક કામકાજનો દિવસ હશે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનના નિયમન 31 સાથે વાંચતાં સુધારિત મુજબ, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમ 1957ના નિયમ 19 (2) (બી)ની દૃષ્ટિએ કરવામાં આવી છે.

ઓફર સેબી આઈસીડીઆર નિયમનના નિયમન 6(1) ની દૃષ્ટિએ બુક બિલ્ડિંગ પ્રક્રિયા થકી કરવામાં આવી છે, જેમાં ઓફરના 50 ટકાથી વધુ નહીં તે રીતે પાત્ર સંસ્થાકીય ખરીદારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરાશે અને ઓફરના 15 ટકાથી ઓછા નહીં તે રીતે બિન – સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરાશે અને રિટેઇલ વ્યક્તિગત બિડરોને ફાળવણી માટે ઓફરના 35 ટકાથી ઓછા નહીં તે રીતે ઉપલબ્ધ કરાશે.

 

અહીં ઉપયોગ કરાયેલી અને વિશિષ્ટ વ્યાખ્યા નહીં કરાયેલી સર્વ મૂડીકૃત પરિભાષાનો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, તામિલનાડુ, ચેન્નાઈ (“આરઓસી”) પાસે નોંધાવવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ તારીખ 3 ડિસેમ્બર, 2021 (“આરએચપી”)માં આપ્યા મુજબ તે જ અર્થ ધરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.