Western Times News

Gujarati News

૧૫મીથી ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓને પ્રવેશવા મંજૂરી

મુંબઈ, ૧૫ ડિસેમ્બરથી સંપૂર્ણ રસીકરણ થઈચૂક્યું હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અનેપ્રદેશોમાં જઈ શકે છે. તેમણે ક્વોરન્ટીન થવાની પણ જરૂર નથી, તેવુંઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર લખવામાં આવ્યું છે.

અદાણી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગઈન સિવિલ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ આકાશ મિસ્ત્રીએઓસ્ટ્રેલિયા જઈને માસ્ટર ડિગ્રી કરવાનો ર્નિણય કર્યો હતો.

આકાશનેયુનિવર્સિટી ઓફ એડિલેઇડમાં જુલાઈ ૨૦૨૦માં એડમિશન મળ્યું હતું પરંતુ કોરોનામહામારીના કારણે ઓસ્ટ્રેલિયાએ પોતાની સરહદો બંધ કરી દેતાં તે કોલેજ કેમ્પસસુધી પહોંચી જ ના શક્યો. આકાશના ઓનલાઈન ક્લાસ શરૂ થઈ ગયા હતા અને પ્રતિસેમેસ્ટર બે વિષયોનો અભ્યાસ કરતો હતો. કોલેજમાં એડમિશન લીધાના ૧૭ મહિના બાદહવે આકાશ ઓસ્ટ્રેલિયા પહોંચીને પ્રત્યક્ષ અભ્યાસ કરશે.

આકાશેકહ્યું, અગાઉ ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યું હતું કે દેશની સરહદ ૧ ડિસેમ્બરથી ખુલશે પરંતુ નવા ઓમિક્રોન વેરિયંટના કારણે ર્નિણયમાં ફેરવિચારણાકરવામાં આવી હતી. સરકારની લેટેસ્ટ ગાઈડલાઈન પ્રમાણે, હવે બોર્ડર ૧૫ ડિસેમ્બરથી ખુલશે. શહેરમાં ઘણાં એવા વિદ્યાર્થીઓ છે જેઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જવાનું વિચારી રહ્યા છે તેઓ હવે પોતાના ટ્રાવેલપ્લાન પર કામ કરી રહ્યા છે.

વિઝાકન્સલ્ટન્ટ ભાવિન ઠક્કરે જણાવ્યું કે, ભારતમાંથી ૨૨,૦૦૦ વિદ્યાર્થીઓ આવર્ષે ઓસ્ટ્રેલિયા જશે તેવો અંદાજાે છે. શહેરના વધુ એક વિઝા કન્સલ્ટન્ટરિતેશ દેસાઈએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ લાંબા સમય સુધી પોતાની સરહદો બંધરાખતાં યુએસ, કેનેડા અને યુકે જેવા દેશોને વિદ્યાર્થીઓ વિકલ્પ તરીકે જાેવાલાગ્યા હતા.

૧૫ ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાતથતાં ટિકિટના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. અમદાવાદથી ઓસ્ટ્રેલિયાની ટિકિટનોભાવ ૫૦,૦૦૦ રૂપિયા હતો જે વધીને ૧.૨૫ લાખ રૂપિયા થઈ ગયો છે, તેમ તેમણેઉમેર્યું.

જૂન ૨૦૨૦માં સધર્ન ક્રોસ યુનિવર્સિટીમાં એડમિશન લેનારાહર્ષ પ્રજાપતિએ ત્રણ સેમેસ્ટર ઓનલાઈન ભર્યા છે. હવે તે ૧૯ ડિસેમ્બરઓસ્ટ્રેલિયા જવા ઉડાણ ભરશે અને ત્યાં જઈને ભણવાનું સપનું સાકાર થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.