Western Times News

Gujarati News

બાળકને ખોળામાં લઈને જતા યુવકને મારનાર પોલીસ સસ્પેન્ડ

કાનપુર, ઉત્તરપ્રદેશ પોલીસની કાર્યશૈલીને લઈને હંમેશા વિપક્ષ ત્યાંની યોગી સરકાર પરસવાલ ઉઠાવતો રહે છે. ક્યારેક રાજ્યમાં થતા એન્કાઉન્ટરને લઈને તો ક્યારેકરાજ્યની કાયદા વ્યવસ્થાના મુદ્દે. એકવાર ફરીથી યુપી પોલીસ પોતાનીકાર્યશૈલીના કારણે ચર્ચામાં છે.

વાત જાણે એમ છે કે ઉત્તર પ્રદેશ પોલીસનો એકવીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસકર્મી એકવ્યક્તિને ર્નિદયતાથી મારે છે. આ વીડિયોમાં જે વ્યક્તિ માર ખાય છે તેનાહાથમાં એક નાનું માસૂમ બાળક પણ છે અને તે મોટે મોટેથી બૂમો પણ પાડે છે કે હાથમાં બાળક છે.

વીડિયોને ધ્યાનથી સાંભળતા યુવક એવું કહેતો જણાય છે કે સાહેબ મારો નહીં. બાળકને વાગશે. વાત જાણે એમ છે કે હાથમાં બાળકને લઈને મારખાતો વ્યક્તિ પુનિત શુક્લા છે અને તેની પીટાઈ કરનાર પોલીસકર્મી વિનોદ કુમારમિશ્રા છે. જેમને આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે.

આ મામલો કાનપુર ગ્રામીણનો છે. અહીં કેટલાક લોકો જિલ્લા હોસ્પિટલમાંમેડિકલ કોલેજ નિર્માણના કારણે સરકારી આવાસોની આજુબાજુ ગંદકી, પાણી ભરાવવાઅને રોડની ખરાબ સ્થિતિને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. વિરોધ કરનારાલોકો પણ સરકારી કર્મચારીઓ જ છે. જિલ્લા હોસ્પિટલમાં આ પ્રકારની ગંદકીનાકારણે ડોક્ટરો અને કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો અને ગુરુવારે ૯ ડિસેમ્બરના રોજ ઓપીડીના ગેટ પણ બંધ કરીને ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.

કહેવાય છે કે ધરણા પર બેઠેલા લોકોને ઉઠાડવા માટે પોલીસ ત્યાં પહોંચી તોબંને પક્ષોમાં હાથાપાઈ થઈ. પોલીસે આરોપ લગાવ્યો કે આ હડતાળનું નેતૃત્વકરનારા રજનીશ શુકલાએ અકબરપુર પોલીસ મથકના વી કે મિશ્રાનો અંગૂઠો દઝાડ્યોહતો.

આ ઘટના બાદ જ પોલીસે અહીં બળ કોંગ્રેસનેતા શ્રી નિવાસ બીવીએ આ ઘટનાને લઈને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પરનિશાન સાધ્યું અને તેમણે વીડિયો ટ્‌વીટ કરીને લખ્યું કે યોગીજી આ માસૂમનીચીસો તમને સૂવા કેમ દે છે. વીડિયો જાેત જાેતામાં વાયરલ થઈ ગયો અને તેના પરજ્યારે બબાલ વધી તો યુપી પોલીસે સ્પષ્ટતા માટે આગળ આવવું પડ્યું.

પોલીસેકહ્યું કે હાથમાં બાળકવાળા વ્યક્તિ પર લાઠીચાર્જ મામલાને અત્યંત ગંભીરતાથીલેવામાં આવ્યો છે. આ મામલે એડીજી ઝોન કાનપુરને તપાસ કરીને દોષિતપોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ હોસ્પિટલની ઓપીડી સેવાઓ બંધ કરી હતી.

સીએમએસની ભલામણ પર પોલીસે હોસ્પિટલની સેવાઓ ફરીથી બહાલ કરવાની કોશિશ કરીઅને પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે અભદ્રતા કરી. પ્રદર્શનકારીઓના ઉગ્રપ્રદર્શનને નિયંત્રિત કરવા દરમિયાન આ દુખદ ઘટના ઘટી જે આપત્તિજનક છે.

ડીજીપી ઝોન કાનપુર ભાનુ ભાસ્કરને તપાસ સોંપવામાં આવી હતી. એડીજીએ પોતાનીતપાસમાં વિનોદકુમાર મિશ્રાને બર્બરતાના દોષિત ગણાવ્યાં અને હવે તેમનેસસ્પેન્ડ કરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.