Western Times News

Gujarati News

દેશના પાવરફૂલ કપલ લિસ્ટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ટૉપ પર

મુંબઇ, ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બ્રાંડ્‌સ દ્વારા વાર્ષિક પાવર કપલ રેંકીંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય અબજાેપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી ટોચ પર છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ સર્વે દેશભરમાં ૨૫થી ૪૦ વર્ષની ઉંમરના ૧૩૬૨ લોકોની વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં આ વખતે બિઝનેસ કપલ્સને પણ શામેલ કરવામાં આવ્યા છે.

જ્યાં ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે આ સર્વે થઈ શક્યો નહોતો. તો વળી ૨૦૯ના સર્વેમાં દીપીકા પાદુકોણ-રણવીર સિંહ તથા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રેંકીંગમાં લગભગ બરાબર રહ્યા હતા. આ વર્ષની લિસ્ટમાં ફિલ્મ, એડ અને બિઝનેસ જગત સાથે જાેડાયેલા લોકોને પણ શામેલ કરવામાં આવ્યા છે. જેમાં પાવર કપલ લિસ્ટમાં મુકેશ અને નીતા અંબાણી સૌથી ઉપર છે. મુકેશ અને નીતા અંબાણીને ૯૪ ટકા પ્રભાવશાળી સ્કોર મળ્યો છે.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફે ૯ ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટમાં સાત ફેરે લીધા હતા. ત્યારે આવા સમયે આ જાેડી પણ ચર્ચામાં છે. તો વળી આ સર્વેની વાત કરીએ તો, આ જાેડી નવમાં નંબરે છે. બીજા નંબરે ૮૬ ટકા સ્કોર સાથે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જાેડી છે.

આ ઉપરાંત ત્રીજા સ્થાન પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે. તેમણે ૭૯ ટકા સ્કોર મળ્યો છે. ચોથા નંબર પર રણવીર કપૂર અને આલિયા ભટ્ટની જાેડી છે. આ સર્વેમાં અક્ષય કુમાર અને ટિ્‌વંકલ ખન્નાને પાંચમા નંબરે જગ્યા મળી છે. તો વળી છઠ્ઠા નંબરે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની જાેડી આવે છે.

આ ઉપરાંત સૈફ અલી ખાન અને કરીના કપૂર સાતમા નંબરે છે. તો વળી આ લિસ્ટમાં સૌથી સન્માનિત પાવર કપૂર તરીકે ઈંફોસિસના નારાયણ મૂર્તિ અને સુધા હ્યા છે. તો વળી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જાેડીને બીજાે નંબર મળ્યો છે. તો વળી આ લિસ્ટમાં ધોની અને તેની પત્ની સાક્ષીને ૧૮મો નંબર મળ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.