Western Times News

Gujarati News

વિશ્વમાં કોરોનાનાં ૨૬.૮૪ કરોડ કેસ, ભારતમાં સ્થિતિ કાબુમાં

નવીદિલ્હી, વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૮૪ કરોડ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે ૫૨.૮ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૮.૩૨ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

શુક્રવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગએ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા વધીને ૨૬૮,૪૮૪,૪૫૫, ૫,૨૮૬,૭૮૬ અને ૮,૩૨૪,૧૩૧,૯૫૪ થઈ ગઈ છે.

અમેરિકા કોરોનાનાં કેસ અને મૃત્યુની સંખ્યા ૪૯,૬૬૦,૩૫૮ અને ૭૯૪,૬૪૭ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વળી બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી કોરોનાનો આંક ઉતાર-ચઢાવ પર બની રહ્યો છે.

કોરોનાનાં કેસમાં ભારત બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કોરોના સંક્રમણનાં ૩૪,૬૬૬,૨૪૧ કેસ છે જ્યારે ૪૭૪,૧૧૧ લોકોનાં મોત થયા છે, ત્યારબાદ બ્રાઝિલમાં કોરોના સંક્રમણનાં ૨૨,૧૭૭,૦૯૧ કેસ છે જ્યારે ૬૧૬,૪૫૭ લોકો મૃત્યુ પામ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં ૮ હજારથી વધુ કેસ નોંધાયા છે.

નવા કેસની પુષ્ટિ થયા પછી, સંક્રમિતોની કુલ સંખ્યા ૩,૪૬,૭૪,૭૪૪ પર પહોંચી ગઈ છે. વળી, આ સમયગાળા દરમિયાન ૭૬૭૮ દર્દીઓ સ્વસ્થ થયા છે અને ૬૨૪ લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે.

શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૮ હજાર ૫૦૩ નવા કેસ નોંધાયા છે. ૯૪,૯૪૩ કેસ સાથે, દેશમાં સક્રિય કેસોની સંખ્યા સતત કેટલાક દિવસોથી એક લાખની નીચે રહી છે. વળી, એક દિવસમાં ૭,૬૭૮ દર્દીઓ સાજા થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.