Western Times News

Gujarati News

સુરત મ.પાલિકાના ૮૭૭ કર્મી ૯ મહિનાથી વેક્સિન લેતાં નથી

Files Photo

સુરત, ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યો છે. આપણી પાસે હાલ કોરોના સામે લડવા માટે વેક્સિન સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા લોકોને વેક્સિન લેવડાવવા ધમપછાડા કરીને અવનવા નિયમો બનાવી રહ્યું છે, પરંતુ આજે એક મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે.

એટલે કે જે તંત્ર લોકોને રસી લેવા માટે અજીબોગરીબ નિયમો બનાવે છે તે જ તંત્રમાં કેટલાક કર્મચારીઓ રસી લેતા જ નથી અને બહાનાબાજી કરીને છૂટી જાય છે. સુરત પાલિકાના ૮૭૭ કર્મચારીઓ ૯ માસથી રસી જ લેતાં નથી, અને બહાના તરીકે કારણ આપતા જણાવે છે કે, ‘અમને એલર્જી-ઇન્ફેક્શન છે.

સુરત પાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ૧૦૦ ટકા વેક્સિનેટેડ છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. જે આ માહિતીનો ભાંડો ફૂટ્યો હતો. તેમાં પ્રથમ અને બીજાે ડૉઝ વગરના મળી ૭૯૦૦થી વધુ કર્મચારીઓ મળી આવ્યા હતાં. કર્મચારીઓને ફરજિયાત વેક્સિન માટે તાકીદ કર્યા પછી અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી છે.

જાેકે, હજી પણ ૮૭૭ કર્મચારીઓ વૅક્સિન વગરના ફરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાના કુલ ૨૧૦૯૬ કર્મચારીઓમાંથી ૨૦૭૪૯એ રસી લીધી છે, એટલે કે હજુ ૮૭૭ કર્મચારીઓ ૯ માસથી વેક્સિન જ લેતા નથી. વેક્સિન નહીં લેનારાઓમાં સૌથી વધુ વર્ગ-૨ અને ૩ના ૬૬ અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે વૅક્સિનની ટકાવારી ૮૮.૨૮ પર પહોંચી હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે.

સુરત પાલિકાના ૮૭૭ કર્મચારીઓ વૅક્સિન વગરના જ છે. તેઓ મેડિકલના કારણમાં ઇન્ફેક્શન-ઍલર્જી અને માંદગી જેવાં કારણો આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં ૫૩૨ કર્મચારીઓએ તો હજુ સુધી વૅક્સિન નહીં લેવાનું કારણ સુદ્ધાં પણ જણાવ્યું નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.