Western Times News

Gujarati News

સી-પ્લેનના ફિયાસ્કા બાદ જાેય રાઈડ જાન્યુ.થી શરૂ થશે

અમદાવાદ, હવે અમદાવાદીઓ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણી શકશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જાેય રાઈડની સેવા જાન્યુઆરી મહિનાના પ્રારંભથી જ શરૂ થઈ જશે તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવેરફ્રન્ટથી કેવડીયામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેનની સેવા ગત ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ સેવા એક વર્ષમાં જ મુસાફરો ન મળતા બંધ કરી દેવાઈ છે. આમ સી-પ્લેનના ફિયાસ્કા બાદ હવે અમદાવાદમાં જાે હેલિકોપ્ટરથી જાેય રાઈડ શરૂ કરાશે.

જાે કે, આ પ્રોજેક્ટ પણ કેટલો કારગત નીવડે છે તે આગામી સમયમાં જાેવાનું રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી મહિને વાયબ્રન્ટ સમિટના આયોજન પહેલા જાેય રાઈડનો પ્રારંભ કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સરકાર દ્વારા જાેય રાઈડી ફાઈલ પર મંજૂરીની મહોર લગાવાય તેની રાહ જાેવાઈ રહી છે. જાેય રાઈડ શનિવાર અને રવિવારે બે દિવસ ઉડાન ભરશે. જેના માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્‌સ એરનામાં હેલિપેડ પણ બનાવી દેવાયું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનનુસાર જાેય રાઈડમાં ૮ મિનિટની સફર માટે બે હજાર અને જીએસટીનો ચાર્જ લેવામાં આવશે. ઉપરાંત જાેય રાઈડમાં કોસ્ટ રિકવર માટે પ્રત્યેક દિવસે ઓછામાં ઓછા ૭૦ મુસાફરો મળવા જરૂરી છે. આ જાેય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જિન બેલ ૪૦૭ હેલિકોપ્ટરમાં એક કેપ્ટન, એક એન્જિનિયર સહિત પાંચ મુસાફરો બેસી શકશે. ૮ મિનિટની જાેય રાઈડમાં અમદાવાદના ૧૧ સ્થળોની મુલાકાત કરાવાશે.

મીડિયા રિપોર્ટ મુજબ સ્પોર્ટ્‌સ એરેના સાબરમતી રિવરફ્રન્ટથી પતંગ હોટલ-સાબરમતી રેલવે સ્ટેશન- સાબરમતી જેલ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ- અડાલજની વાવ- ધ બેલ્વેડ્રે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ- એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલૃ દૂરદર્શન ટાવર- ડ્રાઈવ ઈન સિનેમા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ સુધીના શહેરના પ્રસિદ્ધ ૧૧ સ્થળો ૮ મિનિટની જાેય રાઈડમાં આવરી લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ જાેય રાઈડમાં બેસવા માટે વ્યક્તિદીઠ બે હજારની આસપાસ ટિકિટ રાખવામાં આવી છે. આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ ચાલુ રહેશે. જેથી વિકેન્ડમાં બુકિંગ પણ સારા મળી રહે. મુસાફરો પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેનું બુકિંગ પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવું જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.