Western Times News

Gujarati News

કરીનાનું બાંદ્રાનું ઘર સીલ, અભિનેત્રી હોમ ક્વોરન્ટાઈન

મુંબઈ, કરીના કપૂર ખાનનો સોમવારે કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીએમસીએ જણાવ્યું હતું કે, એક્ટ્રેસે પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને પાર્ટીમાં હાજરી આપી હતી. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, બેબોના બાંદ્રા સ્થિત ઘરને સીલ કરી દેવાયું છે. છેલ્લા કેટલાક દિવસથી કરીના કપૂરની તબિયત ઠીક નહોતી અને રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો.

આ અંગે એક્ટ્રેસના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે, ‘કરીનાને હળવો તાવ હતો અને રવિવારે તેનું શરીર દુઃખી રહ્યું હતું. તેથી, તેણે ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ તે એકદમ ઠીક છે. ડોક્ટર તેની સારી સંભાળ રાખી રહ્યા છે. જ્યારે કરીના કપૂરના બે દીકરા તૈમૂર અને જેહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘તે હાલ હોમ ક્વોરન્ટાઈન છે અને તેથી મેં તેને બંને બાળકોને મારા ઘરે મોકલી દેવા કહ્યું હતું. પરંતુ તેણે કહ્યું હતું કે, તૈમૂર અને જેહ તેની સાથે રહી શકે છે.

તે ફીટ છે અને તેથી તે બરાબર છે. કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે ‘હું કોવિડ પોઝિટિવ છું. મેં તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરતા તાત્કાલિક પોતાને આઈસોલેટ કરી દીધી હતી. મારા સંપર્કમાં આવેલા તમામને હું ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે. મારા પરિવાર અને સ્ટાફે બંને રસી લઈ લીધી છે. હાલ તેમનામાં કોઈ લક્ષણો દેખાઈ રહ્યા નથી.

હું ઠીક છું અને ખૂબ જલ્દી રિકવર થઈ જઈશ તેવી આશા છે’. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર સિવાય તેની ખાસ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. કરીના કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પ્રવક્તાએ કહ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન કરીના ખૂબ જ જવાબદાર રહી હતી. તે જ્યારે પણ બહાર જતી હતી ત્યારે ખૂબ જ ધ્યાન રાખતી હતી.

દુર્ભાગ્યે આ વખતે એક પ્રાઈવેટ ડિનરમાં થોડા મિત્રો ભેગા થયા હતા કે જ્યાં કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા. તે કોઈ ખૂબ મોટી ડિનર પાર્ટી નહોતી. તે ગ્રુપમાં એક વ્યક્તિની તબિયત સારી નહોતી અને તેને સતત ઉધરસ આવતી હતી. આ વ્યક્તિએ ડિનર પાર્ટીમાં હાજરી આપીને અન્ય લોકો માટે ખતરો ઊભો કરવો જાેઈતો નહોતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.