Western Times News

Gujarati News

આમોદના કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ ૬ આરોપીની ધરપકડ

રૂા. ૧૪.૪૧ લાખનું ફંડીગ ઈબાદતગાહ બનાવવા એકત્ર કરાયું હોવાનું ખુલ્યું ઃ રૂા.૩.૭૧ લાખ સલાઉદ્દીનના ફાતમી ટ્રસ્ટમાંથી આછોદના અંજુમન ટ્રસ્ટમાં મોકલાયા હતા

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ ના કાકરીયા ગામના ચકચારી ધર્માંતરણ કેસ માં પોલીસે વધુ છ આરોપીઓ ની અટકાયત કરતા ધરપકડ કરાયેલ આરોપીઓ નો કુલ આંક દસ પર પોહચ્યો છે.પોલીસે આરોપીઓ ની અટકાયત કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથધરી છે.પોલીસ તપાસ માં કાંકરિયા માં ઈબાદતખાના માટેની ૧૪ લાખ રૂપિયા ના ફંડ બાબતે તેમજ ધર્માંતરણ માટે લાલચ આપી નમાઝ પઢવા કરાતો હોવાનો ખુલાસો પણ થયો છે.

ભરૂચ જીલ્કાંલાના આમોદ તાલુકાના કરિયા ધર્માંતરણ કેસ માં અગાઉ ફુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આરોપીઓની જામીન અરજી નામદાર કોર્ટે રદ્દ કરતા હાલ આ આરોપીઓ જ્યુડિશયલ કસ્ટડીમાં છે.આ ચકચારી કેસ ની તપાસ દરમ્યાન બીજા નામ ખુલતા વધુ છ આરોપીઓ

યાકુબ ઈબ્રાહીમ શંકર રહેવસી – પાંજરાપોળ ઓફિસની પાસે માલીનો ટેકરો સમી જી.પાટણ, રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે વાસી- ધનજીશા જીન પાલેજ,ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા રહેવાસી – પુરસા તા.આમોદ,સાજીદભાઈ અહમદભાઈ પટેલ રહેવાસી – અમીજી સ્ટ્રીટ આછોદ તા.આમોદ,યુસુફ વલી હસન પટેલ રહેવાસી – બચ્ચોકા ઘર,ચાર રસ્તા આમોદ તેમજ ઐયુબ બસીરભાઈ પટેલ રહેવાસી – નુરાની સોસાયટી જંબુસરની અટકાયત કરી

૧૪ દિવસના રિમાન્ડ માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે.અટકાયત કરાયેલ છ આરોપીઓ પૈકી આરોપી યાકુબ ઈબ્રાહીમ શંકર અને રીઝવાન મહેબુબભાઈ પટેલ દ્વારા કુલ અંદાજિત રકમ રૂ.૧૪,૦૦,૦૦૦ જેટલી માતબર રકમ કાંકરીયા ગામે ઈબાદત ગાહ બનાવવા તેમજ લોભ લાલચના ભાગરૂપે ધર્માંતરણ પામેલા નાગરિકોને રોકડ સહાય કરવામાં આવેલ છે.

છ આરોપીઓ પૈકી બે આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારો છે તેઓ બરોડા સીટી ડી.સી.બી.પો.સ્ટે.ના આરોપી સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજીત રકમ રૂ .૩,૭૧,૦૦૦ જેટલા આ ગુનામાં આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ રૂ.૧૪,૦૦,૦૦૦ ની રકમ પૈકીની રૂ.૭,૦૦,૦૦૦ જેટલી રકમ રીઝવાન દ્વારા બહેરીન (વિદેશ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવેલ છે તથા અન્ય રકમ અલગ – અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવેલી છે.

આરોપીઓ ના રિમાન્ડ દરમ્યાન હજુ વધુ ચોકવનારી વિગતો બહાર આવવા સાથે અન્યો ની પણ સંડોવણી બહાર આવે તેમ માનવામાં આવી રહ્યું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.