Western Times News

Gujarati News

ફોજદારી બારની ગરિમા જાળવવા કોને જીતાડવા માંગે છે, વકીલ અગ્રણીઓ?!

ગુજરાતના સૌથી મોટા પ્રતિષ્ઠિત ફોજદારી બારની ગરિમા જાળવવા વકીલોના હાઇકોર્ટ સમક્ષ પ્રશ્નો ઉકેલવા પ્રમુખપદના ઉમેદવાર હસમુખભાઈ ચાવડાને જીતાડવા અનુરોધ કરતાં વિચારશીલ વકીલ અગ્રણીઓ?!

ધર્મની શરૂઆત કાલે કરશો તો ચાલશે પણ અધર્મ નો આજે જ ત્યાગ કરો-શ્રી કૃષ્ણ

ગુજરાત બારના પૂર્વ પ્રમુખ બી.એમ ગુપ્તા, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય અફઝલખાન પઠાણ, પૂર્વ પ્રમુખ કમલભાઈ કમલકર, જુનિયર્સ વકીલોના વાચસ્પતિ ઓમ પ્રકાશ સાંખલા, કર્મશીલ એડવોકેટ મુનીરભાઈ શેખ સહિત ૧૦થી વધુ વકીલોનો અનુરોધ?!

તસવીર ફોજદારી કોર્ટ બારના ન્યાય સંકુલની છે.જ્યારે ડાબી બાજુની ઈનસેટ તસવીર બાર ના પૂર્વ પ્રમુખશ્રી બી. એમ.ગુપ્તાની છે બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલ સભ્યશ્રી અફઝલખાન પઠાણ ની છે શ્રીજી તસવીર ફોજદારી કોર્ટના પૂર્વ પ્રમુખશ્રી કમલભાઈ કમલકરની છે

ચોથી તસવીર એડવોકેટ અને જાણીતા નોટરી અગ્રણી શ્રી ઓમપ્રકાશ સાંખલાની છે જ્યારે પાંચમી તસવીર ફોજદારી બારના ચૂંટણીના ચાણક્ય શ્રી મુનીરભાઈ શેખની છે આ ઉપરાંત આશરે ૧૦થી વધુ જાગૃત વકીલો સત્તા પરિવર્તન ઇચ્છે છે એવું જાણવા મેળેલ છે તેવો આ પરીવર્તન એટલા માટે નહીં કે તેઓને કોઇ ઉમેદવાર માટે પૂર્વગ્રહ છે

પણ એટલા માટે સત્તા પરિવર્તન ઇચ્છે છે કે વર્ષોથી એકનો એક ચહેરો લઈ દરેક ચૂંટણીમાં કહેવાતા ચર્ચાસ્પદ ઉમેદવારો ફક્ત સત્તા માટે વારંવાર ચૂંટણી લડે છે! એવું મનાય છે. બીજી તરફ કેટલાક ચર્ચાસ્પદ નેતાઓ ચૂંટણીમાં હંમેશા પોતાની વકિલાત ને અંજામ આપવા ઊભા રહેતા હોવાની સાચીખોટી માન્યતા પણ પ્રવર્તે છે?!

આવા સંજાેગો માં કેટલાક વકીલ અગ્રણીઓ નો અંતરાત્મા જાગી ચૂક્યો છે અને તેવો એવું વિચારતા હોવાનું મનાય છે કે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ને મળવા જવું હોય કે પોતાની બારના યુનિટ જજ પાસે ફોજદારી બારના પ્રશ્નો લઈને જવું હોય ત્યારે ફોજદારી બારના પ્રમુખશ્રી ની પ્રતિભા સ્વચ્છ હોવી જાેઈએ પ્રમુખ સામે ભૂતકાળ માં કન્ટેમ્પ્ટ ના થયેલી હોવી જાેઈએ

અને હાઇકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી હોય એવા બાર ના પ્રમુખ તરીકે ઉમેદવાર ચાલે ખરા? હાઇકોર્ટમાં ચર્ચા કરવા બેસો તો ફોજદારી બારની શાન શું રહે? ‘સત્તા મારો પરમેશ્વર ને હું સત્તાનો દાસ’ એવી માન્યતાવાળા ઉમેદવારો પ્રમુખ પર ચાલે ખરા? ફોજદારી કોર્ટમાં અનેક વાર ચૂંટાયા પછી પણ બાર ના વિકાસ માટે કોઈ આગવી ભૂમિકા અદા કરી ન હોય એવા પ્રમુખ પદ ઉપર ઉમેદવાર ચાલે ખરા?

ફોજદારી બારની ચૂંટણી સમયે કથિત ‘લગ્ને, લગ્ને કુંવારા’ હોય એ રીતે ચૂંટણીમાં વારંવાર ઉભા રહી જાય અને જુનિયર વકીલોને આગળ વધવા માટે તક ના આપતા હોય એવા ઉમેદવાર ચાલે ખરા? એવા સવાલો સાથે વકીલ મતદારો પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને પ્રમુખ પદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડા ને મત આપી સત્તા પરિવર્તન ના પથદર્શક બનવા જાગૃત કર્મશીલ વકીલોએ સમગ્ર બારના મતદારોને અપીલ કરી છે એવું પણ જાણવા મળેલ છે!

ફોજદારી બારને નવી દિશા આપવા અને બાર ની પ્રતિભા ઉજાગર કરવા વકીલાતની વ્યવસાયિક ગરિમા નો દીપ પ્રગટાવવા તથા વકીલાતના વ્યવસાયમાંથી સૈદ્ધાંતિક મૂલ્ય જાળવવા બધા જ વકીલોએ વકીલોના વ્યાપક હિતમાં ગુમરાહ કરનારા પ્રચારથી ઉપર ઉઠીને મતદાન કરવા અનેક વકીલોએ પુરી એકતાથી સહકાર આપવા વિનંતી કરી છે

આ અંતઃકરણપૂર્વક અપીલ કરી છે ત્યારે ફોજદારી કોર્ટ બાર ના આટલા અનુભવી વકીલો પ્રમુખપદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડાને સફળતા અપાવવા સામૂહિક અનુરોધ કોઇ પણ જાતના સ્વાર્થ વગર કરી રહ્યા છે ત્યારે દરેક સિનિયર અને જુનિયર વકીલો, આ અપીલ પ્રત્યે ધ્યાન આપશે તો કદાચ ફોજદારી બાર માં નવો ઈતિહાસ રચાશે એવું મનાય છે
( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.