Western Times News

Gujarati News

સેવાલીયા પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરાઈ

ખેડા:ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આવેલ સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર શાળા ખાતે ગાંધી જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સેવાલીયા સ્ટેશન પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતા મંયક આર. પરમાર એ મહાત્મા ગાંધીનો અને પઠાણ રેહાનખાન ઈલ્યાસખાન, ધો-૮, એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો વેશ ધારણ કર્યો હતો.

બીજલબેન મારવાડીએ ભારત માતાનો વેશ ધારણ કર્યો હતો. અને પ્રિયા મેઘવાલએ ઝાસીની રાણીનો વેશ ધારણ કર્યો હતો તથા ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરતા કરતા રેલી કાઢી હતી. જેમાં પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરતા સૂત્રો બોલાવવામા આવ્યા હતા. અને શાળામાં સ્વચ્છતાના શપથ લીધા હતા. અને પોતાની રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો સંપૂર્ણ પણે ત્યાગ કરવાની શપથ ગ્રહણ કરવામાં આવી હતી.

આજે બીજી ઓક્ટોબરના દિવસે ભારત દેશના રાષ્ટ્ર પિતા અને મહાત્મા ગાંધીના હુલામણા નામથી જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ )નો જન્મ થયો હતો. આજે ભારતદેશમાં લગભગ ૫૪ જેટલા હાઇવે મહાત્મા ગાંધીજીના નામે ઓળખાય છે. સૌ પ્રથમ ગાંધીજીનો ફોટો ટપાલ ટીકીટ બ્રિટન દ્વારા છાપવામાં આવ્યા હતા.

તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળએ એક સત્યાગ્રહ હતો, અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા,

તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા. સૌથી મોટો પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યારબાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦)નો જન્મ થયો હતો. આ પ્રસંગે હર્ષદભાઈ વાળદ, (આચાર્ય- સેવાલીયા પે.સેન્ટર શાળા), મહેશભાઇ પરમાર (તલાટી ક્રમ મંત્રી – પાલી પંચાયત), નીતિનભાઈ પટેલ (ઉપાધ્યક્ષ- ગળતેશ્વર ભા.જ.પ), અરુણભાઈ જોશી (શિક્ષક), તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.