Western Times News

Gujarati News

મતના સેટિંગની ઓડિયો ક્લીપ વાયરલ થતાં ખળભળાટ

કાલોલ, રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન પુરું થયું છે તેવામાં પંચમહાલના કાલોલમાં બેલેટ પેપરનું સેટિંગ કરી આપવા અંગે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લિપમાં એક મત પેટીમાં ૩૦ મતો સેટિંગ કરી આપવાની વાત થઈ રહી છે.

કાલોલની મતપેટીઓ માઈક્રો મશીનથી ચેક કરી માઈક્રો મીટરથી વજન કરી આપવામાં આવી છે, તેથી ૩૦ મતોથી વધારે મતનું સેટિંગ થાય એવું નથી તેવું ક્લિપમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં પી.એમ.પટેલ કાલોલનો ઝોનલ હોવાનો ઉલ્લેખ થયો છે.

આ ક્લિપમાં પી.એમ પટેલ ઝોનલ અને મયંક નામના ઈસમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાલોલમાં બેલેટ પેપરનું સેટિંગ માટે મયંક નામનો ઈસમ કોઈ અજાણ્યા ઈસમ સાથે બે મત પેટીનું સેટિંગ કરવાની વાત કરી રહ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે કથિત ઓડિયો ક્લિપને લઈ કાલોલના એરાલ ગામના સરપંચ પદના ઉમેદવાર તેમના સમર્થકો સાથે કાલોલ મત પેટીઓ જમા કરાવવાના સ્થળે પહોંચ્યા હતા.

ઓડિયો ક્લિપમાં એરાલ ગામની મતપેટીનો ઉલ્લેખ થયો હોવાની ગેરસમજ થઇ છે. વિવાદ વચ્ચે એરાલની એક મતપેટી કેન્દ્ર પર ખૂબ મોડી પહોંચતા વિવાદ વધુ વકર્યો હતો. એરાલ સરપંચ પદના ઉમેદવારે સમર્થકો સાથે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર આવી હોબાળો કરતા ખળભળાટ મચ્યો છે. મતપેટીનું સિલ તૂટેલું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આખરે વિવાદિત મતપેટી સ્ટ્રોંગરૂમમાં મુકાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.