Western Times News

Gujarati News

સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો

સુરત, સુરતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનાં ફફડાટ વચ્ચે વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. બોત્સવાનાથી સુરત આવેલા હીરા વેપારીનો કોરોના પોઝિટિવ નોંધાયો છે. તો આ સાથે કેન્દ્રીયમંત્રી દર્શના જરદોશનો પુત્ર પણ કોરોનામાં સપડાયો છે. આ સિવાય શહેરની ભૂલકા વિહાર શાળામાં ૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળાને એક સપ્તાહ માટે બંધ કરાઈ છે.

ઓમિક્રોન વેરિએન્ટે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે સુરતમાં એક જ અઠવાડીયામાં ઓમિક્રોનનાં બે કેસ નોંધાતા દહેશત ફેલાઈ છે. ત્યારે સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ૩૨ વર્ષીય ડાયમંડ વ્યવસાયી પુરુષ, કે જેઓ ગત ૧૨ ડીસેમ્બરના રોજ બોત્સવાનાથી પરત આવ્યા હતા. તેમનો ૭ દિવસ બાદ ગતરોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોત્સવાનાથી આવ્યા બાદ તેઓ હોમકોરોન્ટાઇન જ હતા.

જાે કે પાલિકાના આરોગ્ય વિભાગે વાયરસનો પ્રકાર જાણવા માટે યુવકના સેમ્પલ જીનોમ સિક્વાન્સિંગ માટે મેડીકલ લેબમાં મોકલાયા છે. ગુજરાતમાં પણ ધીરે-ધીરે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. બીજી તરફ શહેરનાં પાલ વિસ્તારમાં આવેલી ભૂલકા વિહાર શાળામાં ૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળા એક સપ્તાહ માટે બંધ કરાવાઈ હતી.

ભુલકા વિહાર શાળામાં ધોરણ-૨માં અભ્યાસ કરતો ૭ વર્ષીય વિદ્યાથી, ધોરણ-૯નો ૧૪ વર્ષીય વિદ્યાર્થી અને ધોરણ-૧૦ના ૧૬ વર્ષીય વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આ ત્રણેય અનુક્રમે તાડવાડી, અડાજણ અને ભાઠા ગામના રહેવાસી છે. આ ત્રણેય વિદ્યાર્થીનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી શાળાના અન્ય ૧૪૪ વિદ્યાર્થીઓ અને ૧૯ કર્મચારી મળી કુલ ૧૬૩ વ્યક્તિના સેમ્પલ લઈ તપાસ માટે મેડિકલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.

વધુમાં, કોવિડ પોઝિટિવ જાહેર થયેલો ભૂલકા વિહાર શાળાનો ૧૪ વર્ષીય વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં પણ જતો હોય તકેદારીના ભાગ રૂપે શાળાના કોચિંગ ક્લાસને પણ બંધ કરાવાયા હતા. આ ઉપરાંત કેન્દ્રીયમંત્રી દર્શના જરદોશનો પુત્ર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. દર્શના જરદોશનો પુત્ર પ્રણય વિક્રમ જરદોશનો ઇ્‌ઁઝ્રઇ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.