Western Times News

Gujarati News

ઓમિક્રોનના વધતા જોખમથી યુરોપમાં લોકડાઉનની શક્યતા

લંડન, યુરોપ સહિત વિશ્વના અન્ય દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન ક્રિસમસ પહેલા યુરોપ સહિત અન્ય દેશો સંક્રમણના મામલાને અટકાવવા માટે નવા નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહ્યા છે. યુરોપમાં ઓમિક્રોન ઇન્ફેકશનના કેસમાં ભારે વધારો થયો છે.

યુરોપ ઉપરાંત અમેરિકા અને એશિયામાં જાપાનની સ્થિતિ વધુ ખરાબ છે. ન્યૂઝીલેન્ડ કોવિડ-૧૯ રિસ્પોન્સ મિનિસ્ટર ક્રિસ હિપકિન્સે કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં વિશ્વના સૌથી કડક કોવિડ-૧૯ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો અન્ય દેશો સાથે પોતાની સરહદો ખોલવાના ર્નિણય પર ફેબ્રુઆરીના અંત સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકામાં નોંધાયેલા સંક્રમણના નવા કેસોમાં ૭૩ ટકા કેસ ઓમિક્રોન વેરિઅન્ટ્‌સ સાથે સંબંધિત છે.

અમેરિકામાં આ વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ નોંધવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, જર્મની, આયર્લેન્ડ સહિતના અન્ય દેશોએ આંશિક લોકડાઉન અથવા સંપૂર્ણ લોકડાઉન અથવા સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા નિયમો લાગુ કર્યા છે. થાઇલેન્ડમાં મંગળવારથી વિદેશથી આવતા નાગરિકો માટે ક્વોરેન્ટીનમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટન, જર્મની અને પોર્ટુગલ કોવિડ-૧૯ સંબંધિત નિયમો પર વિચાર કરી રહ્યા છે.

બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનક આ અંગે પર્યટન અને હોટેલ વ્યવસાયથી જાેડાયેલા લોકો સાથે વાત કરશે. કારણ કે આ લોકોએ ઓમિક્રોનના વધતા જતા ખતરા વચ્ચે પોતાના બિઝનેસને લઈને સરકાર પાસે વધુ સહાયતા આપવાની માંગ કરી છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સને સોમવારે જણાવ્યું હતું કે તેઓ ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને રોકવા માટે કેટલાક પગલાં પર વિચાર કરી રહ્યા છે.

બ્રિટનના કેબિનેટ ઓફિસ મિનિસ્ટર સ્ટીવ બર્કલેએ ક્રિસમસ પહેલા લાગુ થનારા કોવિડ-૧૯ નિયમોને લગતા સવાલો પર બીબીસી રેડિયોને મંગળવારે કહ્યું કે, અમે કેટલાક ઉપાયો વિશે વિચાર કર્યો છે પરંતુ અમે ડેટા જાેઈ રહ્યા છીએ અને તેના આધારે કોઈ ર્નિણય લઈશું. જણાવી દઈએ કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણ અને તેનાથી જાેડાયેલા જાેખમોને કારણે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જાેવા મળ્યો છે.

વાસ્તવમાં, રોકાણકારોને ડર છે કે ઓમિક્રોનના કારણે લોકડાઉન જેવા કડક નિયમોના અમલને કારણે તેની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.